રિલાયન્સ જિઓને ટક્કર આપવા મોબાઇલ કંપનીઓ રોજ કોઈ નવો પ્લાન લાવે છે. આ સ્પર્ધામાં એરટેલ ફરીએક વાર રિલાયન્સને ટક્કર આપવા ફ્રી હોટસ્પોટ ડિવાઇસ આપવાનો પ્લાન લઇને આવ્યું છે. આ ડિવાઇશ દ્વારા હાઇસ્પીડ ડેટાને ક્યાંય પણ ચલાવીને ડિવાઇસને જોડી શકાય છે.
જાણો કેવી રીતે મળશે એરટેલ ફ્રી હોટસ્પોટ ડિવાઇસ
એરટેલ ફ્રી હોટસ્પોટ ડિવાઇસ આપવા એક સ્કીમ શરૂ કરી છે. જે અંતર્ગત કોઈ 6 મહિનાનું ભાડું એડવાન્સમાં આપે છે તો આ ડિવાઇસ ફ્રી આપવામાં આવશે કંપની તેના માટે પોતાના બે પ્લાન લઇને આવી છે. જેમાંથી ગ્રાહક કોઈ પણ પ્લાનની પસંદગી કરી શકે છે.
એરટેલ ફ્રી હોટસ્પોટ ડિવાઇસ માટે બે પ્લાન છે જેમાં રૂપિયા 399માં 6 મહિનાનો પ્લાન પસંદ કરો છો તો તેમાં 2400 રૂપિયા ચૂકવવા પડશે અને ડિવાઇસ માટેના 999 રૂપિયા નહીં આપવા પડે.
એજ રીતે જો 599 રૂપિયાનો પ્લાન 6 મહિના માટે પસંદ કરો છો તો ગ્રાહકે 3600 રૂપિયા આપવા પડશે અને 4જી હોટસ્પોટ ડિવાઇસ ફ્રી મળશે.
એરટેલ 4G હોટસ્પોટ પ્લાનમાં મળશે આ સુવિધા
એરટેલ 4જી હોટસ્પોટમાં બે ટેરિફ પ્લાન છે. જેમાં 399 તથા 599 રૂપિયાનો રેટ છે. 399 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 50 જીબી ડેટા મળે છે અને તેની વેલિડીટી એક મહિનાન છે જ્યારે 599માં 100 જીબી ડેટા મળે છે જેમાં પણ એક મહિનાની વેલિડીટી છે.
