Not Set/ દિલ્હી હાઇકોર્ટનો RBIને સવાલ, પૂછ્યું – ગૂગલ પે મંજૂરી વગર કેવી રીતે કામ કરી રહ્યું છે

નવી દિલ્હી, ભારતમાં ખૂબ જ લોકપ્રિય એવી ડિજીટલ પેમેન્ટ એપને લઇને દિલ્હીની હાઇકોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સવાલ પૂછ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ મામલામાં કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા આરબીઆઇ અને ગૂગલ ઇન્ડિયા પાસેથી જવાબ માંગ્યો છે કે મંજૂરી વગર ભારતમાં ગૂગલ પે એપ કેવી રીતે ચાલી રહી છે. જાહેર હિતની અરજીમાં દાવો કરાયો […]

India Tech & Auto

નવી દિલ્હી,

ભારતમાં ખૂબ જ લોકપ્રિય એવી ડિજીટલ પેમેન્ટ એપને લઇને દિલ્હીની હાઇકોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સવાલ પૂછ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ મામલામાં કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા આરબીઆઇ અને ગૂગલ ઇન્ડિયા પાસેથી જવાબ માંગ્યો છે કે મંજૂરી વગર ભારતમાં ગૂગલ પે એપ કેવી રીતે ચાલી રહી છે. જાહેર હિતની અરજીમાં દાવો કરાયો છે કે ગૂગલ પે એપ કોઇપણ પ્રકારની અધિકૃત મંજૂરી વગર ચાલી રહી છે.

મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ એ જે ભંભાની ખંડપીઠે એક જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન આરબીઆઇને આ પ્રશ્ન પૂછ્યો છે. જાહેરહિતની અરજીમાં ગૂગલ પે ચૂકવણીના અધિનિયમોનું ઉલ્લંઘન કરી રહી છે તેમજ ભારતમાં ગેરકાયદેસર રીતે તેનો ઉપયોગ થઇ રહ્યો છે તેવું દર્શાવાયું છે. જાહેરહિતની અરજીમાં કહેવાયું છે કે ગૂગલ પે એપને બેંક તરફથી કોઇ માન્ય પ્રમાણપત્ર નથી મળ્યું.

કોર્ટે આરબીઆઇ અન ગૂગલ ઇન્ડિયાને આ મામલામાં નોટિસ પણ જારી કરી છે અને આ અંગે અભિજીત મિશ્રા પાસેથી જવાબ માંગ્યો છે. જણાવી દઇએ કે 20 માર્ચના રોજ જારી કરાયેલી આરબીઆઇની અધિકૃત પેમેન્ટ ઓપરેટરોની સૂચિમાં ગૂગલ પે એપનું નામ નથી. આ સૂચિ જાહેર થયા બાદ જ આ મામલો વધુ ગરમાયો છે.