Not Set/ પેઇન્ટિંગ્સ બાદ હવે નીરવ મોદીની વૈભવી કારોની હરાજી થશે

પંજાબ નેશનલ બેન્ક સાથે 13000 કરોડ રુપિયાનું સ્કેમ કરી યુકે ભાગી જનાર નીરવ મોદીની એક પછી એક મિલકતો ટાંચમાં લેવાઈ રહી છે.ભાગેડુ હીરા વેપારી નિરવ મોદી પાસેથી પૈસાની વસુલાત માટે તાજેતરમાં તેના પેઈન્ટિંગ્સની હરાજી કરાઈ હતી.તેમાંથી લગભગ 54 કરોડ રુપિયાની વસુલાત કરાઈ હતી. હવે નિરવ મોદીની 13 કારોની પણ હરાજી કરવામાં આવશે.જેમાં રોલ્સ રોયસ અને […]

Top Stories World Trending

પંજાબ નેશનલ બેન્ક સાથે 13000 કરોડ રુપિયાનું સ્કેમ કરી યુકે ભાગી જનાર નીરવ મોદીની એક પછી એક મિલકતો ટાંચમાં લેવાઈ રહી છે.ભાગેડુ હીરા વેપારી નિરવ મોદી પાસેથી પૈસાની વસુલાત માટે તાજેતરમાં તેના પેઈન્ટિંગ્સની હરાજી કરાઈ હતી.તેમાંથી લગભગ 54 કરોડ રુપિયાની વસુલાત કરાઈ હતી.

હવે નિરવ મોદીની 13 કારોની પણ હરાજી કરવામાં આવશે.જેમાં રોલ્સ રોયસ અને પોર્શે જેવી વૈભવી કારોનો પણ સમાવેશ થાય છે.આ હરાજી મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન દ્વારા 25 એપ્રિલે કરાશે.જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.આ માટે હરાજી કરનાર કંપનીની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.

Nirav Modi Rolls Royce

આ તમામ કારોની બેઝ પ્રાઈઝ પણ નક્કી કરી દેવામાં આવી છે.હરાજીમાં ભાગ લેનારે એક ચોક્કસ રકમ જમા કરાવવાની હોય છે.જો તેઓ હરાજી થનાર પ્રોડક્ટસ ના ખરીદે તો તે રકમ પાછી અપાતી હોય છે.

મોટાભાગની કારો હાલમાં મુંબઈના વરલી વિસ્તારના સમુદ્ર મહેલ નામના બિલ્ડિંગમાં પાર્ક છે.જ્યાં દેશ છોડીને ભાગતા પહેલા નિરવ મોદી રહેતો હતો.

પંજાબ નેશનલ બેંકના રૂપિયાની છેતરપિંડી મામલે આરોપી નીરવ મોદીની  લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી.ભારતની તપાસ એજન્સીઓએ નીરવ મોદીનું પ્રત્યારોપણ માંગ્યું છે.