બદાયુ,
લોકસભાની ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે અને દરેક પક્ષ હાલમાં પ્રચાર પ્રસાર અર્થે જનસભાને સંબોધી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળની બદાયુમાં સંયુક્ત રેલી યોજાઇ હતી. રેલીને સંબોધતી વખતે બસપા નેતા માયાવાતીએ યોગી આદિત્યનાથને તેના અલી-બજરંગબલીના નિવેદન પર નિશાન સાધતા કહ્યું હતું કે ગઠબંધનની સાથે અલી અને બજરંગબલી બન્ને છે અને બન્નેની મદદથી ગઠબંધન જીત હાંસલ કરશે.
Mayawati on UP CM remark,"Agar Congress,SP,BSP ko 'Ali' par vishwaas hai toh humein 'Bajrangbali' par vishwaas hai": Hamare Ali aur Bajrangbali dono hain. Bajrangbali isliye bhi chaiye kyunki ye meri dalit jaati se jude hain, inki jaati ki khoj maine nahi ki, khud UP CM ne ki hai pic.twitter.com/LSfI07KJs0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2019
નમો-નમો જશે જય ભીમના નારા ગુંજશે
માયાએ સભાને સંબોધતી વખતે મોદીને પણ આડે હાથે લીધા હતા અને નમો-નમો જાય છે અને જય ભીમના સમર્થકો આવી રહ્યા છે. તેમણે સીએમ પર પ્રહારો કર્યા હતા યુપીના મુખ્યમંત્રીને એ વાતનો જવાબ જરૂર આપવા માંગીશ કે જેમાં તેમણે ગઠબંધન તરફ ઇશારો કરતા તેના અલી અને અમારા બજરંગબલી તેવું કહ્યું હતું. હું એને કહેવા માંગીશ કે અમારી પાસે અલી અને બજરંગબલી પણ છે. બન્ને અમારી સાથે છે.
તેમણે યોગી આદિત્યનાથના બજરંગબલી પણ દલિત હતા તેવા નિવેદન પર વળતા શબ્દોમાં કહ્યું હતું કે અમને બજરંગબલીની એ માટે વધુ જરૂર છે કે તે આપણા જ દલિત છે. યોગીએ જ ખોજ કરીને કહ્યું છે કે બજરંગબલી વનવાસી દલિત જાતિના છે. હું યોગીની આભારી છું કે અમારા વશંજ વિશે ખાસ જાણકારી આપી છે. યોગી પાર્ટીને ન તો અલીનો કે ન તો બજરંગબલીનો વોટ પડશે તેવું પણ ઉમેર્યું હતું.
