Not Set/ બસપા-સપાની સંયુક્ત રેલીમાં માયાવતીના બીજેપી પર આકરા પ્રહારો, કહ્યું – નમો જશે અને જય ભીમના નારા ગુંજશે

બદાયુ, લોકસભાની ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે અને દરેક પક્ષ હાલમાં પ્રચાર પ્રસાર અર્થે જનસભાને સંબોધી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળની બદાયુમાં સંયુક્ત રેલી યોજાઇ હતી. રેલીને સંબોધતી વખતે બસપા નેતા માયાવાતીએ યોગી આદિત્યનાથને તેના અલી-બજરંગબલીના નિવેદન પર નિશાન સાધતા કહ્યું હતું કે ગઠબંધનની સાથે અલી અને […]

Top Stories

બદાયુ,

લોકસભાની ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે અને દરેક પક્ષ હાલમાં પ્રચાર પ્રસાર અર્થે જનસભાને સંબોધી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળની બદાયુમાં સંયુક્ત રેલી યોજાઇ હતી. રેલીને સંબોધતી વખતે બસપા નેતા માયાવાતીએ યોગી આદિત્યનાથને તેના અલી-બજરંગબલીના નિવેદન પર નિશાન સાધતા કહ્યું હતું કે ગઠબંધનની સાથે અલી અને બજરંગબલી બન્ને છે અને બન્નેની મદદથી ગઠબંધન જીત હાંસલ કરશે.

નમો-નમો જશે જય ભીમના નારા ગુંજશે

માયાએ સભાને સંબોધતી વખતે મોદીને પણ આડે હાથે લીધા હતા અને નમો-નમો જાય છે અને જય ભીમના સમર્થકો આવી રહ્યા છે. તેમણે સીએમ પર પ્રહારો કર્યા હતા યુપીના મુખ્યમંત્રીને એ વાતનો જવાબ જરૂર આપવા માંગીશ કે જેમાં તેમણે ગઠબંધન તરફ ઇશારો કરતા તેના અલી અને અમારા બજરંગબલી તેવું કહ્યું હતું. હું એને કહેવા માંગીશ કે અમારી પાસે અલી અને બજરંગબલી પણ છે. બન્ને અમારી સાથે છે.

તેમણે યોગી આદિત્યનાથના બજરંગબલી પણ દલિત હતા તેવા નિવેદન પર વળતા શબ્દોમાં કહ્યું હતું કે અમને બજરંગબલીની એ માટે વધુ જરૂર છે કે તે આપણા જ દલિત છે. યોગીએ જ ખોજ કરીને કહ્યું છે કે બજરંગબલી વનવાસી દલિત જાતિના છે. હું યોગીની આભારી છું કે અમારા વશંજ વિશે ખાસ જાણકારી આપી છે. યોગી પાર્ટીને ન તો અલીનો કે ન તો બજરંગબલીનો વોટ પડશે તેવું પણ ઉમેર્યું હતું.