Not Set/ પ્રિયંકા ગાંધી 15 એપ્રિલથી અમેઠીના પ્રવાસે, પક્ષ કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક

અમેઠી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 15 એપ્રિલથી અમેઠીના બે દિવસના પ્રવાસ પર છે. આ વિશે અમેઠી જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અનિલ સિંહે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી 15 એપ્રિલના રોજ અમેઠીની મુલાકાત લેશે. ત્યાં તેઓ પક્ષના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. તેની સાથોસાથ વિસ્તારની મુલાકાત પણ કરશે. નોંધનીય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત […]

Top Stories

અમેઠી,

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 15 એપ્રિલથી અમેઠીના બે દિવસના પ્રવાસ પર છે. આ વિશે અમેઠી જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અનિલ સિંહે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી 15 એપ્રિલના રોજ અમેઠીની મુલાકાત લેશે. ત્યાં તેઓ પક્ષના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. તેની સાથોસાથ વિસ્તારની મુલાકાત પણ કરશે.

નોંધનીય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત વાયનાડથી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે અમેઠી તેની પરંપરાગત બેઠક હોવાથી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. અહીંયાથી તેઓ ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે અમેઠીથી તેની સામે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની મેદાનમાં ઉતરશે. અમેઠી બેઠક પરનો આ ચૂંટણીજંગ ચોક્કસપણે રોમાંચક બની રહેશે.