ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દિવગંત નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું તેના જ ઘરમાં શંકાસ્પદ હાલાતમાં મોત થયું છે. તેઓને બેભાન અવસ્થામાં મેક્સ હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે તેના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.
DCP South Delhi Vijay Kumar: Rohit Shekhar Tiwari, son of late former Uttar Pradesh and Uttarakhand CM N D Tiwari, has been brought dead to Max Saket hospital.Further details are awaited. pic.twitter.com/PedZ53NECz
— ANI (@ANI) April 16, 2019
દેશના દિગ્ગજ નેતા અને દિવગંત એનડી તિવારીના પુત્રનું મોત નવી દિલ્હીના ડિફેંસ કોલોની સ્થિત તેના જ ઘરમાં થયું છે.
આ વિશે માહિતી આપતા જોઇન્ટ કમિશનર દેવેશ શ્રીવાસ્તવે કહ્યું હતું કે શેખરના નાકમાંથી ખૂન નીકળી રહ્યું હતું. આ સમયે તેની માતા હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ પર ગયા હતા. તેની માતા હોસ્પિટલથી ડિફેન્સ કોલોની પહોંચી હતી અને તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે તબીબોએ તેને મૃત ઘોષિત કર્યા હતા. મૃત્યનું કારણ સ્પષ્ટ નથી થયું.
