Not Set/ મુંબઈ 1993 બલાસ્ટ કેસ: મુંબઈની ટાડા કોર્ટ અબુ સાલેમ સહિત 5 આરોપીઓઓને સંભળાવશે સજા

મુંબઇમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અબુ સાલેમ સહિત 5 આરોપીઓઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા..આ પાંચ દોષિતોને વિશેષ ટાડા કોર્ટ સજા સજા સંભળાવશે. મુંબઈની ટાડા કોર્ટ હવે આ દોષિતોને શું સજા કરે છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.1993માં થયેલા મુંબઈ બ્લાસ્ટમાં આજે અબુ સલેમ સહિત 5 દોષીઓને ટાડા કોર્ટમાં સજા ફટકારવામાં આવશે.મહત્વનુ છે કે આ […]

India

મુંબઇમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અબુ સાલેમ સહિત 5 આરોપીઓઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા..આ પાંચ દોષિતોને વિશેષ ટાડા કોર્ટ સજા સજા સંભળાવશે. મુંબઈની ટાડા કોર્ટ હવે આ દોષિતોને શું સજા કરે છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.1993માં થયેલા મુંબઈ બ્લાસ્ટમાં આજે અબુ સલેમ સહિત 5 દોષીઓને ટાડા કોર્ટમાં સજા ફટકારવામાં આવશે.મહત્વનુ છે કે આ કેસમાં 16 જુન, 2017ના રોજ અબૂ સલેમ, મુસ્તફા દૌસા, મોહમ્મદ દૌસા, ફિરોજ અબ્દુલ રાશિદ ખાન, મર્ચેંટ તાહિર અને કરીમુલ્લાહ શેખને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુસ્તફા દૌસાની હાર્ટ અટેકથી મોત થઈ હતી. મહત્વનુ છે કે અબૂ સલેમને પુર્તગાલથી ભારતમાં લાવવામાં આવ્યુ હતુ. ત્યારે હવે કોર્ટ સલેમને ફાંસી અથવા આજીવન કારાવાસની સજી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં 12 બ્લાસ્ટ થયા હતા. જેમાં 257 લોકોની મોત થઈ હતી જ્યારે 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટમાં 27 કરોડ રૂપિયાની સંપતિને નુકસાન પહોચ્યુ હતુ. ત્યાર બાદ વર્ષ 2007માં ટાડા કોર્ટ દ્વારા 100 લોકોને સજા ફટકારવામાં આવી. આ મામલે યાકૂબ મેમનને 2015માં ફાંસી થઈ હતી જોકે હજી સુધી આ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ ફરાર છે.