Not Set/ માલ્યાએ કહ્યું- બ્રિટેનમાં એસબીઆઈમાં કરદાતાઓના પૈસા બર્બાદ કરી રહ્યો છે….

લંડન, ભાગેડુ લિકરકિંગ વિજય માલ્યાએ ફરી એકવાર લોન ભરપાઈ કરવાની રજૂઆત કરતા કહ્યું છે કે સ્ટેટ બેન્ક ભારતીય કરદાતાઓના નાણા બ્રિટનમાં કાનૂની જંગ પાછળ બરબાદ કરી રહી છે.આના કરતાં તો તેમની પાસેથી નાણા વસૂલી લેવામાં આવે તે સારું છે.તેઓ લોન ભરપાઈ કરવા તૈયાર છે.બ્રિટનની વડી અદાલતે માલ્યાના લંડનના બેન્ક ખાતામાં રહેલા 2 લાખ 60 હજાર […]

Top Stories World Trending

લંડન,

ભાગેડુ લિકરકિંગ વિજય માલ્યાએ ફરી એકવાર લોન ભરપાઈ કરવાની રજૂઆત કરતા કહ્યું છે કે સ્ટેટ બેન્ક ભારતીય કરદાતાઓના નાણા બ્રિટનમાં કાનૂની જંગ પાછળ બરબાદ કરી રહી છે.આના કરતાં તો તેમની પાસેથી નાણા વસૂલી લેવામાં આવે તે સારું છે.તેઓ લોન ભરપાઈ કરવા તૈયાર છે.બ્રિટનની વડી અદાલતે માલ્યાના લંડનના બેન્ક ખાતામાં રહેલા 2 લાખ 60 હજાર પાઉન્ડ જપ્ત કરવાના વચગાળાના આદેશને ફગાવી દીધા બાદ માલ્યાએ ફરી આ વાત કરી છે.

માલ્યાએ ટ્વિટર પર લખ્યું હતું કે સ્ટેટ બેન્કના વડપણ હેઠળની બેન્કો ખોટી રીતે બ્રિટનની અદાલતમાં તેમની સામે કેસ કરી રહી છે.બ્રિટનમાં એસબીઆઈના વકીલ ભારતીય કરદાતાઓના નાણાના જોરે તેમની સામે કાનૂની જંગ લડી રહ્યા છે.સ્ટેટ બેન્કે આનો જવાબ આપવો જોઈએ..મીડિયાને પણ આડેહાથે લેતા માલ્યાએ કહ્યું કે મીડિયાને સનસની ખેજ હેડિંગ પસંદ છે.કોઈ એમ કેમ નથી પૂછતું કે સ્ટેટ બેન્ક વકીલો પાછળ બ્રિટનમાં કેટલો ખર્ચ કરે છે અને તેમની પાસેથી કેટલા નાણા વસૂલાશે.અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટને માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી દીધી છે. હવે માત્ર છેલ્લી મંજૂરી લેવાની બાકી છે.