Not Set/ લોકસભા ચૂંટણી 2019: છોટા ઉદેપૂર લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

મંતવ્ય ન્યૂઝ, લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાંથી આ વખતે 26 ઉમેદવારો લડી રહ્યા છે. આ 26 બેઠકોમાં દરેક બેઠકનું અલગ જ ગણિત છે. દરેક બેઠક તેના જ્ઞાતિ સમીકરણ, મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યાથી એક વિશિષ્ટ ઓળખ ધરાવતી હોય છે. અમે લઇને આવ્યા છીએ દરેક બેઠકોની વિસ્તૃત સમીક્ષા જેનાથી આપને પ્રત્યેક […]

Gujarat Others Politics

મંતવ્ય ન્યૂઝ,

લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાંથી આ વખતે 26 ઉમેદવારો લડી રહ્યા છે. આ 26 બેઠકોમાં દરેક બેઠકનું અલગ જ ગણિત છે. દરેક બેઠક તેના જ્ઞાતિ સમીકરણ, મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યાથી એક વિશિષ્ટ ઓળખ ધરાવતી હોય છે. અમે લઇને આવ્યા છીએ દરેક બેઠકોની વિસ્તૃત સમીક્ષા જેનાથી આપને પ્રત્યેક બેઠકના જ્ઞાતિ સમીકરણથી માંડીને મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યા સુધીની દરેક જાણકારી અહીંયા મળશે.

ચાલો આજે જાણીએ છોટા ઉદેપુર લોકસભા બેઠક વિશે

છોટા ઉદેપુર લોકસભા  બેઠક

 છોટા ઉદેપુર લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત

આ બેઠક પર એક સમયે કોંગ્રેસનું વર્ચસ્વ હતું

આ બેઠક 1977માં અસ્તિત્વમાં આવી

1977થી 1998 સુધીની સળંગ 7 લોકસભા ચૂંટણીમાં છોટા ઉદેપુર બેઠક કોંગ્રેસે જ જીતી

અમરસિંહ રાઠવા અને નારણભાઈ રાઠવાએ વર્ષો સુધી કર્યું પ્રતિનિધિત્વ

આ સીટ પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ રાઠવા ઉમેદવાર ને  જ આપે છે ટીકીટ

2009માં નવું સીમાંકન આવ્યું પછી મતવિસ્તારો બદલાયા

છેલ્લી લોકસભામાં રામસિંગ રાઠવા એ 89  ટકા હાજરી આપી 468 પ્રશ્નો પૂછ્યા

કોની જીત કોની હાર ?

કોંગ્રેસનાં અમરસિંહ રાઠવા 3 વાર જીત્યા હતા

કોંગ્રેસનાં નારણભાઈ રાઠવા 4 વાર વિજયી થયા

1999માં પહેલી વાર ભાજપે આ બેઠક જીતી

1999માં ભાજપના રામસિંહ રાઠવાએ નારણભાઈ રાઠવાને હરાવ્યા હતા

2004માં નારણ રાઠવા જીત્યા

2009માં રામસિંહ રાઠવાએ જોર લગાવ્યું ને એ જીતી ગયા

2014માં મોદી લહેરના કારણે રામસિંહ રાઠવાને 1.79 લાખની જંગી સરસાઈ મળી

છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા સીટો

હાલોલ

છોટાઉદેપુર

પાવીજેતપુર

ડભોઈ

સંખેડા

પાદરા

નાંદોદ

કુલ 7 વિધાનસભા મતવિસ્તારો

૨૦૧૭ માં હાલોલ, સંખેડા અને ડભોઈ  બેઠકો ભાજપે જીતી હતી

છોટાઉદેપુર, પાવીજેતપુર,  પાદરા અને નાંદોદ એ ચાર બેઠકો કોંગ્રેસે જીતી હતી

હાલોલ, સંખેડા અને ડભોઈ એ ત્રણેય બિનઆદિવાસી મતદારો

છોટાઉદેપુર, પાવીજેતપુર અને નાંદોદ આદિવાસી મતદારોની બહુમતી

આદિવાસી  મતવિસ્તારોમાં કોંગ્રેસ જીતી હતી

ડભોઈ બેઠક પર કોંગ્રેસના ધુરંધર મનાતા સિધ્ધાર્થ પટેલનો પરાજય થયો હતો

હાલોલ બેઠક પર ભાજપના જયદ્રથસિંહ પરમારનો વિજય

જ્ઞાતિ સમીકરણ

છોટા ઉદેપુર લોકસભા બેઠક પર 40 ટકા મતદારો

આદિવાસી મતદારો પરંપરાગત રીતે કોંગ્રેસના સમર્થક

આદિવાસીમાં ભીલ અને પછી બીજા ક્રમે રાઠવા મતદારો આવે છે

અહી  રાઠવા આદિવાસીઓની વસતી 8 ટકાની આસપાસ

ક્ષત્રિય         15 ટકા

પાટીદારો        10 ટકા

બ્રાહ્મણો        7 ટકા

દલિત        10 ટકા

મુસ્લિમ       5 ટકા

ક્ષત્રિય મતદારો  અને પાટીદારો અને સવર્ણો  ભાજપ સાથે

આદિવાસી, મુસ્લિમ અને દલિત મત  કોંગ્રેસને મળે છે

2019 માં કુલ મતદારો   16,65,353

જાતિ સમીકરણ

રાઠવા   3,72,999

બારિયા 1,49,338

ભીલ     1,01,628

વસાવા    95,459

તડવી   1,58,566

નાયકા  88,595

વાણીયા 43,807

બ્રાહ્મણ  24,985

પટેલ    1,59,331

ક્ષત્રિય 1,90,622

મુસ્લિમ 1,12,437

દલિત    35,685

કોણ છે રણજીત રાઠવા? ( ફોટો લેવો )

કોંગ્રેસનાં છોટાઉદેપુર સીટના  ઉમેદવાર

રણજીત રાઠવા  છોટાઉદેપુરનાં  ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનાં પુત્ર

મોહનસિંહ રાઠવા છેલ્લી ૧૦ ટર્મથી છોટાઉદેપુરનાં ધારાસભ્ય

અગાઉ વડોદરા જીલ્લા પંચાયતનાં પ્રમુખ

હાલમાં વડોદરા ડેરીનાં ડીરેક્ટર

છોટા ઉદેપુરઃ2017 વિધાનસભા ચૂંટણી

વિધાનસભા બેઠક ભાજપને મળેલા મત કોંગ્રેસને મળેલા મત વિજેતા સરસાઈ
હાલોલ 115457 58423 ભાજપ 57034
છોટા ઉદેપુર 74048 75141 કોંગ્રેસ 1093
પાવી જેતપુર 74649 77701 કોંગ્રેસ 3052
સંખેડા 90200 77351 ભાજપ 12849
ડભોઈ 77945 75106 ભાજપ 2839
પાદરા 73971 92998 કોંગ્રેસ 19027
નાંદોદ 75520 81849 કોંગ્રેસ 6329
કુલ 5,81,790 5,38,569 ભાજપઃ 3, કોંગ્રેસઃ 4 43,221