ભોપાલની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરે પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઇને ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે 24 કલાકમાં આ નિવેદન પર જવાબ માંગ્યો છે. અગાઉ સાધ્વી પ્રજ્ઞાએ મુંબઇ હુમલામાં શહીદ થયેલા આઇપીએસ અધિકારી હેમંત કરકરે પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેને લઇને હંગામો થયો હતો. ભાજપે ખુદને આ નિવેદનથી અલગ કર્યું હતું.
Bhopal: A notice has been issued to Pragya Singh Thakur by District Election Officer and Collector under model code of conduct seeking an explanation from her for her comment on Late Hemant Karkare within a day. (File pic) pic.twitter.com/cqnjQwRIRN
— ANI (@ANI) April 20, 2019
સાધ્વી હેંમત કરકરે પર એવુ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે મે આપેલા શ્રાપને કારણે મુંબઇમાં થયેલા 26/11 આતંકી હુમલામાં હેમંત કરકરેનું મોત થયું હતું. જો કે ભાજપે આ સાધ્વી પર કરાયેલા શારીરિક અને માનસિક અત્યાચારને કારણે તેનું અંગત નિવેદન છે તેવું કહ્યું છે.
શુક્રવારે હેંમત કરકરે પર આપેલા આ નિવેદનને સાધ્વીએ શુક્રવારે રાત્રે પાછું ખેચ્યું હતું. સાધ્વીએ નિવેદન પાછું લેતા કહ્યું હતું કે મને લાગે છે કે મારી ટિપ્પણીથી દેશના દુશ્મનોને લાભ થશે અને તેથી જ હું આ નિવેદન પાછુ લઉં છુ અને માફી માંગુ છું. આ મારું અંગત દર્દ હતું. જો મારા નિવેદનથી કોઇની ભાવનાને ઠેંસ પહોંચી છે તો તેના માટે મને ખેદ છે.
