gujarat weather news/ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સિસ્ટમની સક્રિયતાને કારણે આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે.

Top Stories Gujarat Breaking News
Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં આવી ગયું છે, અને હવામાન વિભાગે આજે રાજ્યભરમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, ભાવનગર અને તાપીમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સિસ્ટમની સક્રિયતાને કારણે આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે, અને માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયોખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

જિલ્લાવાર વરસાદની આગાહીહવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે નીચેના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છેસુરત, નવસારી, ડાંગ, વલસાડ

મહિસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ

અમદાવાદ, મોરબી, ખેડા, ભરૂચ

પંચમહાલ, છોટા ઉદેપુર, દાહદ

બોટાદ, જામનગર, રાજકોટ, દ્વારકા, જૂનાગઢ

ગુજરાતમાંવરસાદનીવિગતો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, મહિસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, મોરબી, ખેડા, ભરૂચ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, બોટાદ, જામનગર, રાજકોટ, દ્વારકા, અને જૂનાગઢમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનું જોખમ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આગામી7દિવસસુધીરાજ્યભરમાંયલોએલર્ટજાહેરકરવામાંઆવ્યુંછે,જેદર્શાવેછેકેચોમાસુંઆગામીદિવસોમાંવધુતીવ્રબનશે.ખાસકરીનેઉત્તરગુજરાતઅનેસૌરાષ્ટ્ર,કચ્છપંથકમાંભારેવરસાદનીશક્યતાછે.વહીવટીતંત્રનેએલર્ટમોડપરરાખવામાંઆવ્યુંછે,અનેનીચાણવાળાવિસ્તારોમાંરહેતાનાગરિકોનેસાવધાનીરાખવાઅપીલકરવામાંઆવીછે.
માછીમારો માટે ચેતવણી હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને 3 જુલાઈથી 5 જુલાઈ સુધી દરિયો ખેડવાની સૂચના આપી છે. ચેતવણી ખાસ કરીને જામનગર, દ્વારકા, જૂનાગઢ, અને અમરેલી જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે છે, જ્યાં દરિયામાં ઊંચા મોજાં અને તોફાની પવનનું જોખમ છે.