નવી દિલ્હી,
લોકસભાની ચૂંટણીની સાથોસાથ હાલમાં પીએમ મોદીની બાયોપિક પર લગાવાયેલી રોકનો મામલા અંગે પણ સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે આજે ચૂંટણી પંચે મોદીની બાયોપિકનો રિપોર્ટ સુપ્રીમમાં જમા કરાવ્યો છે અને દલીલ રજૂ કરતા ચૂંટણીપંચે આ બાયોપિકમાં મોદીના સકારાત્મક પાસાઓ ઉપરાંત વિપક્ષના નકારાત્મક ચિત્રણનો દાવો કર્યો હતો. તેનાથી મતદારો પ્રભાવિત થાય તેમ હોય તેથી સાત તબક્કાનું મતદાન સંપન્ન ના થાય ત્યાં સુધી ફિલ્મ પર રોક લગાવાય તેવી ચૂંટણીપંચે અપીલ કરી છે.
ચૂંટણીપંચે દલીલમાં ફિલ્મના રાજનૈતિક પાસાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં મોદીની વાહ વાહ ઉપરાંત વિપક્ષની નકારાત્મક છબી હોવાનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ સુનાવણી શુક્રવારે કરશે.
જણાવી દઇએ કે નરેન્દ્ર મોદી બાયોપિક પર ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી સુધી રોક લગાવી હતી. ચૂંટણીપંચે જ્યાં સુધી ચૂંટણી સંપન્ન ના થાય ત્યાં સુધી ફિલ્મ પર રોક રહેશે તેવું જણાવ્યું હતું.
