લખનઉ,
લોકસભાની ચુંટણી હવે તેના મધ્ય ચરણ સુધી પહોચી ગઇ છે. ત્યારે દરેક પાર્ટી પોતાને જનતા સમક્ષ સારા બતાવવાના પ્રયત્નો કરી રહી છે. યુપીનાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય પણ આ વિચાર સાથે યુપીનાં લોકો સમક્ષ પહોચ્યા હતા પરંતુ ત્યા કઇક એવુ બન્યુ છે કે જેને જોઇ તમે હેરાન થઇ જશો. કેશવ પ્રસાદ મોર્યએ મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન ઉપસ્થિત લોકોએ સમોસા માટે અચાનક દૌડધામ શરૂ કરી દીધી હતી. લોકો એકબીજાને ધક્કા મારતા સમોસાની લૂંટ મચાવવા લાગી ગયા હતા.
યુપીનાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય એક મંચ પરથી વડાપ્રધાન મોદીનાં દેશ માટેનાં ભાવિ વિચારો કેવા છે તે વિશે જણાવી રહ્યા હતા. જે દરમિયાન ઉપસ્થિત લોકોએ ભાષણથી હટી સમોસા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ અને લૂંટ મચાવી હતી. તમને જણાવી દઇએ કે, કેશવ પ્રસાદ મોર્ય પોતાની પાર્ટીનાં ઉમેદવાર હરીશ દ્વિવેદી માટે વોટની માંગણી કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકો હળવો નાસ્તો કરી શકે તે માટે બીજેપીનાં કાર્યકર્તા સમોસા લઇને આવ્યા હતા. પરંતુ જે સમયે તે સમોસા લઇને આવી રહ્યા હતા ત્યારે લોકોએ તેમના હાથમાંથી સમોસાથી ભરેલી થળી છીનવી લીધી અને લૂંટ મચાવી હતી. ભીડને કાબુ કરવા પોલીસને ઘણી તકલીફ પડી હતી.
