ભોપાલથી બીજેપના ઉમેદવાર પ્રજ્ઞા સાધ્વી ઠાકુર તેના બફાટ નિવેદનો માટે જાણીતા છે ત્યારે તેને વધુ એક વખત બફાટબાજી કરી છે. શહીદ હેમંત કરકરેને લઇને વિવાદિત નિવેદન આપ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વીજય સિંહને આંતકવાદી ગણાવ્યા છે. આ નિવેદન બાદ ચૂંટણીપંચે તેની પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
પ્રજ્ઞા ગુરુવારના રોજ ચૂંટણીપ્રચાર કાર્યાલયનું ઉદ્દઘાટન કરી રહી ત્યારે તેઓએ દિગ્વીજય સિંહ પર પ્રહાર કરીને તેઓએ ફેક્ટરી બંધ કરાવી છે તેવું કહ્યું હતું. તે ઉપરાંત લોકોની રોજગારી છીનવી અને પોતાના વ્યવસાયનું વિસ્તરણ કર્યું હતું જેને લીધે પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે તેવા પણ પ્રહારો કર્યા હતા.
રાજ્યમાં 16 વર્ષ પહેલા ઉમા દીદીએ હરાવ્યા હતા અને તેઓ 16 વર્ષ સુધી બોલી શક્યા ના હતા. હવે જ્યારે માથુ ઉંચક્યું છે ત્યારે તેની સમક્ષ બીજા સન્યાસી ઉભા છે જે તેના કર્મોનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
પ્રજ્ઞાએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે એકવાર વધુ આ પ્રકારના આતંકીને ખતમ કરવા માટે એક સન્યાસીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. તે ઉપરાંત કોંગ્રેસ સાધુ-સંતો પર ભગવા આતંકવાદનો આરોપ લગાડીને તેઓને જેલ મોકલે છે તેવા પણ પ્રહારો કર્યા હતા.
પ્રજ્ઞાના આ વિવાદિત નિવેદન પર ચૂંટણીપંચે રિપોર્ટ માંગી છે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાંતારાવે કહ્યું હતું કે સિહોર જિલ્લા વહીવટી વિભાગ પાસેથ નિવેદનને લઇને રિપોર્ટ માંગવામાં આવી છે. જણાવી દઇએ કે ભોપાલમાં કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજય સિંહ મેદાનમાં છે.
