Not Set/ IPL : કોલકતા નાઇટ રાઇડર્સની સતત છઠ્ઠી હાર, છતા બનાવ્યો આ રેકોર્ડ

કોલકતા :  કોલકતાનાં ઇડન ગાર્ડન્સમાં ગુરુવારે રમાયેલી રાજસ્થાન રોયલ્સ vs કોલકતા નાઇટ રાઇડર્સની મેચમાં રાજસ્થાને 3 વિકેટે જીત મેળવી હતી. આ કોલકતાની IPL-12માં સતત છઠ્ઠી હાર છે. કોલકતાએ રાજસ્થાન સામેની મેચમાં હાર મેળવ્યા બાદ પણ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. કોલકતાએ આ સીઝનમાં છક્કા મારવાની સેન્ચ્યુરી પૂરી કરી દીધી છે. કોલકતા નાઇટ રાઇડર્સ IPL-12 સીઝનમાં […]

Uncategorized

કોલકતા :  કોલકતાનાં ઇડન ગાર્ડન્સમાં ગુરુવારે રમાયેલી રાજસ્થાન રોયલ્સ vs કોલકતા નાઇટ રાઇડર્સની મેચમાં રાજસ્થાને 3 વિકેટે જીત મેળવી હતી. આ કોલકતાની IPL-12માં સતત છઠ્ઠી હાર છે. કોલકતાએ રાજસ્થાન સામેની મેચમાં હાર મેળવ્યા બાદ પણ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. કોલકતાએ આ સીઝનમાં છક્કા મારવાની સેન્ચ્યુરી પૂરી કરી દીધી છે.

કોલકતા નાઇટ રાઇડર્સ IPL-12 સીઝનમાં 100 છક્કાનાં આંકડા સુધી પહોચનાર પ્રથમ ટીમ બની ગઇ છે. જેનુ સૌથી મોટુ કારણ આક્રમક બેટ્સમેન આન્દ્રે રસલ છે. તમને જણાવી દઇએ કે, આન્દ્રે રસલે સીઝનમાં કુલ 42 છક્કા માર્યા છે. જ્યારે બીજા નંબર પર કેરિબિયન બેટ્સમેન ક્રિશ ગેઇલ 32 છક્કા સાથે છે.

રાજસ્થાન સામે કોલકતાએ 175 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેમા કેપ્ટન દિનેશ કાર્તિકે ધમાકેદાર બેટીંગ કરતા નોટઆઉટ 97 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી રાજસ્થાનની ટીમે આ લક્ષ્યને 19.2 ઓવરમાં મેળવ્યુ હતુ.

કોલકતા નાઇટ રાઇડર્સની હાર બાદ તેના કેપ્ટન દિનેશ કાર્તિકે કહ્યુ કે, મને ખબર છે કે જ્યારે પરિણામ આપણા પક્ષમાં રહેતા નથી ત્યારે સવાલો ઉઠે જ છે.