પંચમહાલ,
ગુજરાતમાં જાણે કૌભાંડોનું વાવાઝોડું આવી ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. થોડા સમય પહેલા મગફળી અને તુવેરનું કૌભાંડ બહાર આવ્યુ હતુ, જે પરથી લોકોનું ધ્યાન હજુ હટ્યુ નથી અને એક નવુ સસ્તા અનાજની ઘઉંની 16500 બોરી સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યુ છે. પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલ ખાતે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થયો છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એકપછી એક કૌભાંડ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે તેમા એક નવા કૌભાંડનો ઉમેરો થયો છે. પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલની ઘટનાએ લોકોને વિચાર કરતા કરી દીધા છે. અહી સસ્તા અનાજની ઘઉંની કુલ 16500 બોરી સગેવગે કરતા અનાજ માફિયાઓ સામે આવ્યા છે. આ સમગ્ર મામલો ગાંધીનગરની વિજિલન્સનાં ઓડિટ દરમિયાન બહાર આવ્યો હતો. જેમા 1.56 કરોડનાં ઘઉં ગોડાઉનમાંથી સ્ટોકમાં ઓછા બતાવતા તંત્રએ કાર્યવાહી કરી હતી. જેમા કાલોલનાં ગોડાઉન મેનેજરને સંસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મેનેજરે આ અંગે કહ્યુ કે, કાલોલનાં અનાજ માફીયા મહેન્દ્ર બેલદાર દ્વારા સરકારી અનાજને ગોડાઉનમાંથી ગાયબ કરવામાં આવ્યુ હોવાની વાત બહાર આવી છે. તમને જણાવી દઇએ કે આ ગોડાઉનનો લેબર કોન્ટ્રાક્ટ મહેન્દ્ર બેલદારનાં ભાઇનાં નામે ચાલતો હતો.
ગુજરાત ને જાણે અનાજ કૌભાંડ નું ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક અનાજ કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે પંચમહાલ થી પણ મસમોટું અનાજ કૌભાંડ બહાર આવ્યું છે. શરમજનક વાત એ છે કે, ગરીબો ના પેટ માં જનારું અનાજ સરકારી ગોડાઉનમાંથી પગ કરી ગયું છે અંદાજિત 16 હજાર ઘઉં ચોખાની બોરી જેની અંદાજિત કિંમત 1.50 કરોડ જેટલી અનાજની બોરીઓ આ ગૌડાઉન માં થી ગાયબ થયી હોવાનું વિજિલન્સ ટિમની તપાસમાં બહાર આવ્યું છે
રાજ્ય સરકાર દ્વારા પંડિત દિન દયાલ યોજના હેઠળ ગરીબો ને અનાજ પહોચાડવા માટે એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે મુજબ રાજ્યમાંથી જિલ્લા ના એફ સી આઈ ગોડાઉન પર અનાજ નો જથ્થો પહોંચાડવા માં આવે છે અને જિલ્લાના આ ગોડાઉન માથી તાલુકા કક્ષા એ અને ત્યાંથી દરેક ગામ ની સસ્તા અનાજ ની દુકાનો માં પહોંચાડી ગરીબો ના પેટ સુધી પહોંચાડવા માં આવે છે. આ આખી વ્યવસ્થા માં અનાજ માફિયાઓ મોટી કટકી કરી જતા હોય છે. આવું જ એક સરકારી અનાજ નું કૌભાંડ પંચમહાલ થી બહાર આવ્યું છે. પંચમહાલ ના કાલોલ થી.કાલોલ ના સરકારી અનાજના ગોડાઉન થી અંદાજિત 16 હજાર 500 જેટલી ઘઉં ચોખા ની બોરીઓ જેની અંદાજિત કિંમત 1 કરોડ પચાસ લાખ જેટલી થાય છે આ મસમોટો અનાજ નો જથ્થો આ ગોડાઉન માંથી ગાયબ થઇ જવા પામ્યો છે. આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જયારે વિજિલન્સ ની ટિમ દ્વારા આ ગોડાઉન નું ઓડિટ હાથ ધરવા માં આવ્યું હતું. અંદાજિત 7 દિવસ પહેલા ગાંધીનગર ની વિજિલન્સ ટિમ દ્વારા ભૌતિક ચકાસણી કરવા માં આવી ત્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડ ની તાત્કાલિક અસર થી ખાતાકીય પગલાં લેતા હાલના ગોડાઉન મેનેજર એસ.કે.વસાવા ને સસ્પેન્ડ કરવા માં આવ્યા છે. આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.