સલમાન ખાનના ચાહકો જે ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ‘ભારત’ મૂવિનું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મના લીડ રોલમાં સલમાન ખાન અને કેટરિના કેફ જોવા મળશે. ફિલ્મમાં સલમાનના લૂકની પણ ભારોભાર પ્રશંસા થઇ રહી છે ત્યારે ફિલ્મને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે.
![હું અને સલમાન કામની મહત્તાને સારી રીતે સમજીએ છીએ - કેટરિના 2 Salman Khan Bharat Look 1 હું અને સલમાન કામની મહત્તાને સારી રીતે સમજીએ છીએ - કેટરિના](https://api.mantavyanews.in/wp-content/uploads/2019/04/Salman-Khan-Bharat-Look-1.jpeg)
આ દિશામાં કેટરિના કૈફે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ અને સલમાન ખાન અંગે ખુલીને વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન કેટરિનાએ સલમાન ખાનના વખાણ કર્યા હતા. એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ કહ્યું કે, જ્યારે હું અને સલમાન સાથે કામ કરીએ છીએ તો અમારી સૌથી સારી વાત એ હોય છે કે અમે કામની મહત્તાને સમજીએ છીએ. કામને હંમેશા સીરિયસલી લઇએ છીએ.