સલમાન ખાનના ચાહકો જે ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ‘ભારત’ મૂવિનું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મના લીડ રોલમાં સલમાન ખાન અને કેટરિના કેફ જોવા મળશે. ફિલ્મમાં સલમાનના લૂકની પણ ભારોભાર પ્રશંસા થઇ રહી છે ત્યારે ફિલ્મને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે.

આ દિશામાં કેટરિના કૈફે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ અને સલમાન ખાન અંગે ખુલીને વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન કેટરિનાએ સલમાન ખાનના વખાણ કર્યા હતા. એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ કહ્યું કે, જ્યારે હું અને સલમાન સાથે કામ કરીએ છીએ તો અમારી સૌથી સારી વાત એ હોય છે કે અમે કામની મહત્તાને સમજીએ છીએ. કામને હંમેશા સીરિયસલી લઇએ છીએ.
