Not Set/ ડ્રોન કેમેરાની માંગમાં સતત નોંધાઇ રહ્યો છે વધારો, કારોબાર પહોચ્યો 6.4 અબજ ડોલર

નવી દિલ્હી, આજે દુનિયાભરમાં ડ્રોનનાં વેચાણમાં વધારો નોંધાઇ રહ્યો છે જેના કારણે તેની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આધુનિક સમયમાં જુદા જુદા કારણોસર ડ્રોન કેમેરાનો ઉપયોગ વધી રહ્યો છે. તેના વધતા જતા માર્કેટ કદનાં કારણે આ કારોબાર સાથે જોડાયેલા લોકો ભારે ખુશ છે. હાલમાં સમયમાં કોઇ પણ મોટા ધાર્મિક કાર્યક્રમોમાં ડ્રોન કેમેરાથી જ નજર […]

World Tech & Auto Business

નવી દિલ્હી,

આજે દુનિયાભરમાં ડ્રોનનાં વેચાણમાં વધારો નોંધાઇ રહ્યો છે જેના કારણે તેની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આધુનિક સમયમાં જુદા જુદા કારણોસર ડ્રોન કેમેરાનો ઉપયોગ વધી રહ્યો છે. તેના વધતા જતા માર્કેટ કદનાં કારણે આ કારોબાર સાથે જોડાયેલા લોકો ભારે ખુશ છે. હાલમાં સમયમાં કોઇ પણ મોટા ધાર્મિક કાર્યક્રમોમાં ડ્રોન કેમેરાથી જ નજર રાખવામાં આવે છે.

હાલમાં કરવામાં આવેલા એક રસપ્રદ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ડ્રોન કેમેરાનાં માર્કેટનું કદ અતિ ઝડપથી વધી રહ્યુ છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૪ સુધી સમગ્ર દુનિયામાં માત્ર લશ્કરી ડ્રોન માટેનાં કારોબારનું કદ ૧૦ અબજ ડોલર એટલે કે આશરે ૬૫૦ અબજ રૂપિયા સુધી પહોંચી જશે. બ્રિટનનાં એક ડિફેન્સ પબ્લિકેશન આઇએચએસ જેન ઇન્ટેલિજન્સ રિવ્યુનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ડ્રોન કેમેરાનાં કારોબારમાં આવનાર સમયમાં દર વર્ષે ૫.૫ ટકા સુધીનો વધારો થનાર છે. હાલમાં ડ્રોન કેમેરાનો કારોબાર ૬.૪ અબજ ડોલરની આસપાસ છે.

મુખ્ય નિષ્ણાંત ડેરિક મૈપલે માહિતી આપતા કહ્યુ છે કે, ડ્રોન કેમેરાનો કારોબાર આવનાર સમયમાં પણ તેજી સાથે આગળ વધનાર છે. ડેરિકે કહ્યુ હતુ કે, ડ્રોન કેમેરાનું તંત્ર ઝડપથી ગોઠવાઇ રહ્યુ છે. તેની માંગ પણ સતત વધી રહી છે. સમગ્ર દુનિયામાં સુરક્ષા ઓપરેશનની દ્રષ્ટિએ ભવિષ્યમાં તેનુ મહત્વ અનેક ગણુ વધી જશે. રિપોર્ટ મુજબ ગયા વર્ષે દુનિયામાં સૌથી વધારે હથિયાર નિકાસ કરનાર દેશોમાં સામેલ ઇઝરાયેલ ડ્રોન વેચવાના મામલે પ્રથમ સ્થાન પર હતુ. પરંતુ હવે અમેરિકાએ બાજી મારી લીધી છે. તેના કારણે તેના દ્વારા પ્રીડેટર સિરીઝ અને નોર્થરોપ ગ્રુમ્મેન ગ્લોબલ હોક કેમેરાની નિકાસ થાય છે. જે સુરક્ષાની દ્રષ્ટિએ અચુક ગણવામાં આવે છે. એટલુ જ નહી પશ્ચિમી યુરોપમાં પણ તેના કારોબારમાં જોરદાર તેજી આવી છે. ભારત સહિત દુનિયાનાં અનેક વિકસિત દેશો ડ્રોન કેમેરા વેચવાના મામલે પાછળ નથી. ચીન, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા પણ પાછળ દેખાઇ રહ્યા નથી. વર્ષ ૨૦૨૪ સુધી આ દેશોમાં ડ્રોન કેમેરાનું વેચાણ ૩.૪ અબજ ડોલરની આસપાસ પહોંચી જશે.