Not Set/ આપ Soft Drinks ના શોખીન છો? તો આપને થઇ શકે છે કેન્સર સહિતના આ 10 ગંભીર નુકસાન

હાલમાં સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે મોટા ભાગે કોલ્ડ ડ્રિન્ક્સનો સહારો લેતા હોય છે. પરંતુ જો તમે સોફ્ટ ડ્રિન્ક્સ પીવાના શોખીન હોય તો ચેતી જજો. જી હા સોફ્ટ ડ્રિન્ક્સનું વધારે સેવન આપને કેન્સર, ડાયાબિટીઝ કે હૃદય રોગ જેવી ગંભીર અને ઘાતક બિમારી તરફ ધકેલી શકે છે. તેથી […]

Health & Fitness Lifestyle

હાલમાં સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે મોટા ભાગે કોલ્ડ ડ્રિન્ક્સનો સહારો લેતા હોય છે. પરંતુ જો તમે સોફ્ટ ડ્રિન્ક્સ પીવાના શોખીન હોય તો ચેતી જજો. જી હા સોફ્ટ ડ્રિન્ક્સનું વધારે સેવન આપને કેન્સર, ડાયાબિટીઝ કે હૃદય રોગ જેવી ગંભીર અને ઘાતક બિમારી તરફ ધકેલી શકે છે. તેથી જ તમે અત્યારથી સતર્ક રહો તેમાં જ સમજદારી છે. આજે અમે આપને જણાવીશું કે સોફ્ટ ડ્રિન્ક્સનું વધારે સેવન આપના સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન કરે છે.

File Photo

શા માટે સોફ્ટ ડ્રિન્ક્સ હાનિકારક

હકીકતમાં, સોફ્ટ ડ્રિન્ક્સમાં કલર કેમિકલ્સ, કૈફિન અને એસ્પોર્ટમ તથા આર્ટિફિશિયલ સ્વીટનર્સ જેવા તત્વો હોય છે. જણાવી દઇએ કે 350 સોફ્ટ ડ્રિન્ક્સ 10 ચમચી ખાંડ જેટલું મીઠું હોય છે. જે અનેક બિમારીઓ નોંતરી શકે છે. તે સિવાય કેટલાક એવા ઘટકો છે જે તમને આ ડ્રિન્ક્સની લત લગાડે છે.

સોફ્ટ ડ્રિન્ક્સને બદલે પીઓ હેલ્ધી ડ્રિન્ક્સ

ગરમીની સીઝનમાં આપ તરસ છીપાવવા માટે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અન્ય હેલ્ધી ડ્રિન્ક્સનું સેવન કરી શકો છો. સોફ્ટ ડ્રિન્ક્સની જગ્યાએ તમે પાણી, નારિયળ પાણી, ફ્રુટ્સ, જ્યુસ, ડિટોક્સ ડ્રિન્ક્સનું સેવન કરી શકો છો. તેનાથી તરસ છીપાવવા ઉપરાંત સ્વાસ્થયને પણ ફાયદો થશે.

સોફ્ટ ડ્રિન્ક્સ નોતરશે ડાયાબિટીસ

સોફ્ટ ડ્રિન્ક્સમાં રહેલ ખાંડને સંતુલિત કરવા માટે શરીરને ઇન્સ્યુલિનની જરૂરિયાત રહે છે. તેનાથી આંતરડા પર દબાણ પડે છે. તેનાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે. તેથી જ સોફ્ટ ડ્રિન્ક્સનું સેવન તમને ડાયાબિટિસ તરફ ધકેલી શકે છે.

File Photo

મોટાપાનું કારણ

જણાવી દઇએ કે 600 મિ.લી સોડામાં 240 કેલેરી ઉપરાંત અધિક માત્રામાં ખાંડ પણ હોય છે. જે જાડાપણું માટે જવાબદાર બને છે. તેથી જ જો તમે રોજ 1 કેન સોફ્ટ ડ્રિન્ક્સ પીવો છો તો એક વર્ષ બાદ આપનું વજન 6 કિલો સુધી વધી શકે છે.

હૃદયરોગનો ખતરો

સપ્તાહમાં 2 થી વધુ વખત સોફ્ટ ડ્રિન્ક્સનું સેવન કરવાથી હૃદયના રોગો અને હાર્ટ એટેકનું જોખમ બે ગણુ વધી જાય છે.

હાડકાંઓને ગંભીર નુકસાન

સોફ્ટ ડ્રિન્ક્સનું અતિશય સેવન બોન મિનરલ ડેન્સિટીને પ્રભાવિત કરે છે, જેનાથી હાડકાં નબળાં પડવાથી સામાન્ય ઇજા સમયે પણ ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય છે. તે ઉપરાંત ડ્રિન્ક્સમાં મોજુદ કેફિન પેશાબનાં માધ્યમથી શરીરમાં કેલ્શિયમ એક્સક્રિશનની માત્રા વધારે છે. તેનાથી ઓસ્ટિયોપોરોસિસ અને હાઇપોકેલ્સીમિયા થવાનું જોખમ રહે છે.

દાંતમાં સડો

સોફ્ટ ડ્રિન્ક્સને વધુ સેવનથી શરીરમાં એસિડનું સ્તર ગંભીર રીતે વધે છે. જેની પ્રત્યક્ષ અસર દાંત પર પણ થાય છે. તેનાથી દાંતમાં દુખાવો, સડો તેમજ કેવિટીની સંભાવનાઓ અનેકગણી વધી જાય છે.

કિડની માટે ખતરનાક

તેનું સેવન કિડની માટે પણ હાનિકારક છે. સોફ્ટ ડ્રિન્ક્સમાં એસિડિક લિક્વિડ અને ફોસ્ફોરિક એસિડ હોય છે. જેનાથી શરીરના કાર્યપ્રણાલી કેટલાક કલાકો માટે સ્થગિત થાય છે. તેનાથી કિડની પર અસર થાય છે. તેનાથી પથરી અને કિડની ફેલ થવાની શક્યતા પણ વધે છે.

File photo

ફેટી લિવર

સોફ્ટ ડ્રિન્ક્સમાં ખાંડ અતિશય માત્રામાં હોવાથી તે લિવરમાં જમા થાય છે. બાદમાં આ જ ખાંડ Non-Alcoholic-Fatty Liver Disease અને અન્ય બિમારીઓને નોંતરે છે.

આપને થઇ શકે કેન્સર

સોફટ ડ્રિન્ક્સમાં કેન્સર માટે જવાબદાર કેમિકલ્સ અને એમોનિયમ કમ્પાઉન્ડસ હોય છે. તેના મિશ્રણથી જે રસાયણ બને છે તે કેન્સર જેવી જીવલેણ બિમારી તરફ આપને ધકેલી શકે છે. તદુપરાંત સોફ્ટ ડ્રિન્ક્સનું સેવન કરનાર પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરની આશંકા 40 ટકા સુધી વધી જાય છે.