Not Set/ શિરડી – સ્પાઇસ જેટનું વિમાન લેન્ડિંગ સમયે થયું સ્લિપ, તમામ યાત્રિકો સલામત

દેશમાં શ્રદ્વાળુઓના આસ્થાના કેન્દ્ર સમા શેરડીમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે વિમાનનું આગળનું પૈડું તૂટ્યું હતું. દિલ્હીથી ઉડાન ભર્યા બાદ શેરડીમાં સ્પાઇસ જેટના લેન્ડિગ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જો કે દરેક યાત્રિકો સલામત છે. #FirstVisuals Maharashtra: Close shave for Spicejet passengers at Shirdi airport as Spicejet SG946 from […]

Top Stories India

દેશમાં શ્રદ્વાળુઓના આસ્થાના કેન્દ્ર સમા શેરડીમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે વિમાનનું આગળનું પૈડું તૂટ્યું હતું. દિલ્હીથી ઉડાન ભર્યા બાદ શેરડીમાં સ્પાઇસ જેટના લેન્ડિગ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જો કે દરેક યાત્રિકો સલામત છે.

આ દુર્ઘટના બપોરના સમયે થઇ હતી. શિરડી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી કાબૂ ગુમાવીને બહાર ગયું હતું. તેને કારણે આગળનું પૈડું તૂટ્યું હતું છતાં દરેક યાત્રિકો અને પાયલટ સલામત છે. દુર્ઘટના બાદ યાત્રિકોને સલામતીપૂર્વક બહાર કઢાયા છે. હાલમાં આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ દુર્ઘટનાને કારણે એરપોર્ટ પર અન્ય વિમાનોની અવરજવરને પણ સ્થગિત કરવામાં આવી છે. જણાવી દઇએ કે શિરડી ભારતના શ્રદ્વાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ દર્શન કરવા આવતા હોય છે. યાત્રિકોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા. શિરડી એરપોર્ટનું ઉદ્દઘાટન વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું. શિરડી મંદિરથી આ એરપોર્ટ 14 કિલોમીટર દૂર આવેલું છે.