Not Set/ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલો ઉઠાવતા આ શું બોલી ગયા સંબિત પાત્રા?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર વિવાદ હવે વધી રહ્યો છે. ત્યારે રાહુલ પર નાગરિકતાનાં સવાલો કરતા સંબિત પાત્રાએ કહ્યુ કે, કયા રાહુલ સાચા, રાહુલ લંડનવાળા કે લુટિયનવાળા. દિલ્હીમાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આજે આ મુદ્દે એક પ્રેસ કોન્ફરંન્સ કરી જેમા તેમણે કહ્યુ કે, આ 3Cનો મામલો છે. 3C એટલે સિટીઝનશિપ, ક્લેરિફિકેશન અને કન્ફ્યૂઝ. […]

Top Stories India Politics

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર વિવાદ હવે વધી રહ્યો છે. ત્યારે રાહુલ પર નાગરિકતાનાં સવાલો કરતા સંબિત પાત્રાએ કહ્યુ કે, કયા રાહુલ સાચા, રાહુલ લંડનવાળા કે લુટિયનવાળા. દિલ્હીમાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આજે આ મુદ્દે એક પ્રેસ કોન્ફરંન્સ કરી જેમા તેમણે કહ્યુ કે, આ 3Cનો મામલો છે. 3C એટલે સિટીઝનશિપ, ક્લેરિફિકેશન અને કન્ફ્યૂઝ. તેમણે વધુમાં કહ્યુ કે, રાહુલ ગાંધીને પુછવામાં આવેલ સવાલનો જવાબ તેમણે આપવો જોઇએ.

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરંન્સ કરીને જણાવ્યુ કે બૌકઓપ્સ લિમિટેડ નામની કંપની 2003માં ઇંગ્લેન્ડમાં રજીસ્ટર્ડ કરવામાં આવી. રાહુલ ગાંધી આ કંપનીનાં નિર્દશક અને સચિવ હતા. જે સમયે કંપનીની સ્થાપના થઇ ત્યારે રાહુલ બ્રિટિશ નાગરિક હતા અને જ્યારે કંપની બંધ થઇ તે સમયે પણ તે બ્રિટિશ નાગરિક જ હતા. તેમણે કહ્યુ કે, 17 ફેબ્રુઆરી 2009માં કંપનીની અરજીમાં રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટિશ બતાવવામાં આવી છે.

સંબિત પાત્રાએ કહ્યુ કે, આજે રાહુલ ગાંધી જામીન પર છે. તે ક્યા જાય છે, તેમનો અભ્યાસ શું છે આ દરેક બાબતે તે કોઇ જવાબ નથી આપી રહ્યા. તેમણે વધુમાં કહ્યુ કે, કયા રાહુલને સાચા ગણવા. રાહુલ લંડનવાળા કે રાહુલ લુટિયનવાળા. સંબિત પાત્રાએ કહ્યુ, આ ચકાસેલા દસ્તાવેજોનાં આધારે, ગૃહ મંત્રાલયે તેમને જવાબ આપવા જણાવ્યુ છે.