મહારાષ્ટ્ર,
નક્સલવાદીઓએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મોટો આઈઈડી બ્લાસ્ટ કર્યો છે, જેમાં 15 સુરક્ષા જવાનો શહીદ થયા છે. નક્સલવાદીઓએ સી C60 કમાન્ડો ટીમ પર હુમલો કર્યો. છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.
C60 કમાન્ડોની ટુકડી પર,નક્સલવાદીઓએ કુરખેડા-કોરચી રોડ નજીક હુમલો કર્યો. આ વિસ્ફોટમાં ઘણાં લોકો ઘાયલ થયા છે. ઘણા લોકો મૃત્યુના સમાચાર પણ છે. C60 પછી એક વર્ષ બરાબર પછી આ પ્રકારનો હુમલા કરવામાં આવ્યો છે. ગયા વર્ષે એપ્રિલમાં ગઢચિરોલીમાં મોટા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 40 માઓવાદીઓને મારી નાખ્યા હતા.
પ્રથમ 10 કમાન્ડોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા હતા. નક્સલવાદીઓએ 16 સુરક્ષાકર્મીઓને લઇને જઈ રહેલ પોલીસ વાહન પર ધમાકો કર્યો હતો.
#UPDATE Maharashtra: 10 security personnel injured in an IED blast by naxals in Gadchiroli. The blast was executed by naxals on a police vehicle which was carrying 16 security personnel. pic.twitter.com/PXBJaqPuF1
— ANI (@ANI) May 1, 2019
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી, નક્સલવાદીઓના આ કારનામા હરકત પર શૉક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, ‘બધા બહાદુર જુવાનોને હું સલામ કરું છું. તેમનું બલિદાન ક્યારેય ભૂલી નહીં શકાય.
Strongly condemn the despicable attack on our security personnel in Gadchiroli, Maharashtra. I salute all the brave personnel. Their sacrifices will never be forgotten. My thoughts & solidarity are with the bereaved families. The perpetrators of such violence will not be spared.
— Narendra Modi (@narendramodi) May 1, 2019
#UPDATE: 10 security personnel are injured in an IED blast by naxals in Gadchiroli, Maharashtra. More details awaited. https://t.co/HQasukCaBj
— ANI (@ANI) May 1, 2019
ગઢચિરોલીમાં થયેલ આ વિસ્ફોટમાં પોલીસ ઘાયલોની સંખ્યા ગઢચિરોલી પોલીસની તરફથી પુષ્ટિ કરવામાં આવશે.
