Not Set/ IPL 12 : ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે ટૉપ પર બની રહેવા થશે જંગ

ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે આઇપીએલ સીઝનની 50મી મેચ રમાશે. આ મેચ ઘણી રસમપ્રદ બની રહેશે તવુ ક્રિકેટ એક્સપર્ટનું માનવુ છે. ચેન્નઇનાં ચેપોક સ્ટેડિયમમાં આ બંન્ને ટીમ ટૉપ પર બની રહેવા જંગ કરશે. દિલ્હી હાલમાં ટૉપ નંબર પર છે જ્યારે ચેન્નઇ બીજા ક્રમાંક પર છે. એક તરફ ચેન્નઇને હોમ ગ્રાઉંડમાં રમવાનો તો […]

Uncategorized

ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે આઇપીએલ સીઝનની 50મી મેચ રમાશે. આ મેચ ઘણી રસમપ્રદ બની રહેશે તવુ ક્રિકેટ એક્સપર્ટનું માનવુ છે. ચેન્નઇનાં ચેપોક સ્ટેડિયમમાં આ બંન્ને ટીમ ટૉપ પર બની રહેવા જંગ કરશે. દિલ્હી હાલમાં ટૉપ નંબર પર છે જ્યારે ચેન્નઇ બીજા ક્રમાંક પર છે. એક તરફ ચેન્નઇને હોમ ગ્રાઉંડમાં રમવાનો તો બીજી તરફ દિલ્હીને નંબર એક પર રહેવાના કારણે લાભ મળી શકે છે.

આઇપીએલ સીઝન 12માં ચેન્નઇ અને દિલ્હી બંન્ને ટીમોએ ઘણુ સારુ પ્રદર્શન કર્યુ છે. વળી આ બંન્ને ટીમોએ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. બંન્ને ટીમો કુલ 12 મેચો રમી ચુકી છે. જેમા 8 મેચો તેમને જીત તો 4માં હારનો સામનો કરવો પડ્યો હતો. જો રન રેટની વાત કરીએ તો દિલ્હી અને ચેન્નઇ પાસે 16 અંક છે પરંતુ નેટ રન રેટમાં દિલ્હીની ટીમ ચેન્નઇથી આગળ હોવાના કારણે તે નંબર એક પર છે. બંન્ને ટીમો આ મેચમાં એક સકારાત્મક અને મજબૂત આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.