માર્વેલ સ્ટુડિયોની ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’એ વિશ્વભરમાં 10 હજાર કરોડની કમાણી કરી છે. સાત દિવસમાં ‘એવેન્જર્સ એન્ડગેમ’એ ભારતમાં 260 કરોડની કમાણી કરી, સાથે નવા રેકોર્ડ્સ પણ બનાવ્યા છે સાથે જ બ્લોક બસ્ટર મૂવી ‘બાહુબલી 2’ને પણ પાછળ મૂકી દીધી છે
![]()
માર્વલ સ્ટુડિયોની ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’એ વિશ્વભરમાં 10 હજાર કરોડની કમાણી કરી છે. ભારતમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક કમાણી કરી છે. સાત દિવસમાં આ ફિલ્મે 260.40 કરોડની કમાણી કરી નવો જ રેકોર્ડ બનાવ્યો છે.
‘બાહુબલી 2′નો રેકોર્ડ તોડ્યો
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનાં મતે, ‘એવેન્જર્સ.’એ રિલીઝનાં સાત દિવસની અંદર જ ભારતમાં 260.40 કરોડની કમાણી કરી છે. અત્યાર સુધીમાં દેશમાં એક પણ ફિલ્મે સાત દિવસની અંદર આટલી કમાણી કરી નથી. આ રેકોર્ડ પહેલાં પ્રભાસની ‘બાહુબલી 2’નાં નામે હતો. આ ફિલ્મે સાત દિવસની અંદર 247 કરોડની કમાણી કરી હતી.

એવેન્જર્સ’ માટે ભારતમાં પહેલું અઠવાડિયું શાનદાર રહ્યું છે. આ ફિલ્મે શુક્રવારે 53.60 કરોડ, શનિવારે 52.20 કરોડ, રવિવારે 52.85 કરોડ, સોમવારે 31.05 કરોડ, મંગળવારે 26.10 કરોડ, બુધવારે 28.50 કરોડ, ગુરૂવારે 16.10 કરોડની કમાણી સાથે ભારતમાં અત્યાર સુધી 260.40 કરોડની કમાણી કરી છે.
એવેન્જર્સે સાત દિવસમાં કમાણીનાં અનેક બેંચમાર્ક બનાવ્યા
એવેન્જર્સ’એ સાત દિવસમાં કમાણીનાં અનેક બેંચમાર્ક બનાવ્યા છે. એક રિપોર્ટ મુજબ, આ ફિલ્મે પહેલાં દિવસે 50 કરોડ કરતાં વધુ કમાણી કરી હતી. બીજા દિવસે 100 કરોડની કમાણી, ત્રીજા દિવસે 150 કરોડની કમાણી, પાંચમાં દિવસે 200 કરોડ તથા સાતમા દિવસે 250 કરોડની કમાણી કરી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બીજા અઠવાડિયે આ ફિલ્મ 350 કરોડ કે 400 કરોડની કમાણી કરે છે કે નહીં?
