સુરત,
સુરતના ઉધનામાં મહિલા શિક્ષકાએ આપઘાત કર્યો હતો.સરકારી શાળામાં શિક્ષક તરીકે શિક્ષિકા ફરજ બજાવતા હતા.આ દરમિયાન ચોથા માળેથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કર્યું હતું.બે સંતાનોની માતાને અણધાર્યા પગલાથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.ઉલ્લેખનીય છે કે આ શિક્ષિકા ધાનેરાના ખીમ્મત ગામની વતની છે.જે છેલ્લા 10 વર્ષથી ઉધના સ્થિત અરિહંત કોમ્પલેક્ષમાં રહેતી હતી.
