Not Set/ ભારતમાં લોન્ચ થશે વોટ્સએપ Pay, પેટીએમને આપશે ટક્કર  

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબૂકએ કેટલાક સમય અગાઉ ભારતમાં વોટ્સએપની પેમેન્ટ સેવા વોટ્સએપ પે શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં કંપની ભારતમાં આ સર્વિસ લોન્ચ કરવા માટે તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયાની દુનિયામાં વર્ચસ્વ ધરાવતી વોટ્સએપની પેમેન્ટ એપ પીટેએમને કડી ટક્કર આપશે તેનું માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે. ભારતનો ડિજીટલ પેમેન્ટ ઉદ્યોગ 1 લાખ કરોડ […]

Tech & Auto

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબૂકએ કેટલાક સમય અગાઉ ભારતમાં વોટ્સએપની પેમેન્ટ સેવા વોટ્સએપ પે શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં કંપની ભારતમાં આ સર્વિસ લોન્ચ કરવા માટે તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયાની દુનિયામાં વર્ચસ્વ ધરાવતી વોટ્સએપની પેમેન્ટ એપ પીટેએમને કડી ટક્કર આપશે તેનું માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે.

ભારતનો ડિજીટલ પેમેન્ટ ઉદ્યોગ 1 લાખ કરોડ ડોલરને આંબશે

વોટ્સએપ ઉપરાંત અમેઝોનએ પણ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે અમેઝોન પે યૂપીઆઇ લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. તે ઉપરાંત એપલ પે પણ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. ગૂગલ પે તો પહેલા થી જ માર્કેટમાં સ્થાન જમાવી રાખ્યું છે. માર્ચ મહિનામાં ગૂગલ પે દ્વારા કુલ 81 અરબની આર્થિક લેવડદેવડ કરાઇ હતી. જણાવી દઇએ કે હાલમાં ગૂગલ પેના 4.5 કરોડ યૂઝર્સ છે. વર્ષ 2023 સુધીમાં ભારતનો ડિજીટલ પેમેન્ટ ઉદ્યોગ 1 લાખ કરોડ ડોલરને આંબી જશે.

વોટ્સએપ પે ગેમ ચેન્જર બનશે

વોટ્સએપના વર્તમાનમાં 30 કરોડ યૂઝર્સ હોવાથી વોટ્સએપનો ડિજીટલ પેમેન્ટ સેવામાં પ્રવેશ ચોક્કસપણે ગેમ ચેન્જર બની રહેશે. તેમાં પણ પીયર-ટૂ-પીયર યૂપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ શરૂ થયા બાદ વોટ્સએપ સંભિવત રીતે પેટીએમને પછાડીને સૌથી વધુ યૂઝર્સ ધરાવતી કંપની બની રહેશે.

પેમેન્ટ ગોપનીય નહીં રહે

ઝુકરબર્ગે જણાવ્યું હતું કે વોટ્સએપ ચેટની જેમ જ પેમેન્ટ પણ ગોપનીય રીતે થઇ શકે છે. પરંતુ તે શક્ય નથી. ભારતમાં બેન્કિંગનું નિયમન આરબીઆઇ કરે છે. બેંક ખાતા મારફતે થતી દરેક આર્થિક વ્યવહારોની જાણકારી આરબીઆઇ ઉપરાંત આયકર વિભાગ સહિતની એજન્સીઓ પાસે હોય છે.

વોટ્સએપ પે માટે પણ અન્ય એપની જેમ યૂઝર્સે કેવાયસી મારફતે નોંધણી કરાવવી પડશે. જેમાં ગ્રાહક પેન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક ખાતા નંબર આપી શકે છે. આ જ કારણોસર આ સેવા ગોપનીય રહેશે તે વાત માની શકાય તેમ નથી. તેથી જ ભારતમાં આ સેવા શરૂ કરવા માટે કંપનીએ આરબીઆઇ, કેન્દ્ર સરકારના દરેક નિયમોનું પાલન કરવું પડશે.