ધધુંકા,
ધધુંકામાં મોડી રાતે એક દેરાસર પર લૂંટારું ટોળકીએ હુમલો કરતા ભારે જૈનોમાં ભારે રોષ ફેલાયો છે.ધધુંકાના ફેદરા રોડ પર ગુણોદય ધામ જૈન દેરાસરમાં લૂંટારું ટોળકી ત્રાટકી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર છે.
મળતી માહિતી પ્રમાણે દેરાસર પર લૂંટના ઇરાદે એક ટોળકીએ હુમલો કર્યો હતો.હુમલા સમયે એક ભરવાડ પરિવાર દેરાસરમાં જ રહેતો હતો અને તેમણે લૂંટારુઓનો સામનો કર્યો હતો.જો કે આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દેરાસરમાંથી 1.5 લાખથી વધુની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસનો મોટો.કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
