Not Set/ સુરતમાં બેફામ ટ્રક ચાલકે આઠ વાહનો નો બોલાવી લીધો કચ્ચરઘાણ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બેકાબૂ બનેલા ટ્રકના ચાલકે આઠ જેટલા વાહનોને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી.આ મામલાની જાણ થતાની સાથે જ જહાંગીરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની અટકાયત કરી લીધી હતી. ટ્રક ચાલકની બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.વાહનોને અડફેટે લેતા કેટલાક વાહનોને […]

Top Stories Gujarat Surat

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બેકાબૂ બનેલા ટ્રકના ચાલકે આઠ જેટલા વાહનોને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી.આ મામલાની જાણ થતાની સાથે જ જહાંગીરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની અટકાયત કરી લીધી હતી. ટ્રક ચાલકની બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.વાહનોને અડફેટે લેતા કેટલાક વાહનોને નુક્સાન પણ થયું હતું.

આપને જણાવીએ કે સુરતના જહાંગીરપુરા રોડ પર  મોડી રાત્રે ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેને લઈ ત્યાં પાર્ક કરેલા વાહનો ને બેકાબુ બનેલા ટ્રક ચાલકે અડફેટે લેતા આઠ જેટલા વાહનો નો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો .જેમાં સાત જેટલી મોટર સાયકલ અને એક ફોર વ્હીલ કારને મોટું નુકસાન થયું હતું.ઘટના બાદ જહાંગીરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી.બીજી તરફ ઘટના ના પગલે સ્થાનિક લોકોનો રોષ ઉગ્ર બન્યો હતો.

લોકોએ ચાલક વિરુદ્ધ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.જ્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક યુવાનો દ્વારા પોતાના મોબાઈલમાં કંડારી લેવામાં આવ્યો હતો.જે વીડિયોમાં બેકાબુ બનેલા ટ્રકનો ચાલક પાર્ક કરેલા વાહનોને અડફેટમાં લેતો નજરે જોઈ શકાય છે.ઘટના દરમ્યાન ઓબરબ્રિજ નીચે કેટલાક મજૂરો પણ સુતા હતા.જેનો પણ ચમતકારીક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું અનુમાન છે.જો કે સ્થાનિક લોકોના આરોપ હતા કે ચાલક નશાની હાલતમાં હોવાથી ઘટના બની હતી.ત્યારે હાલ તો જહાંગીરપુરા પોલીસે ચાલકની ધરપકડ કરી ટ્રંક પણ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.