INDIAN NAVY/ નવા નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે કાર્યભાર સંભાળ્યો

આઉટ ગોઇંગ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કરમબીર સિંહે ભારતીય નૌકાદળની કમાન એડમિરલ આર હરિ કુમારને સોંપી છે.

Top Stories India

નવા નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આઉટ ગોઇંગ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કરમબીર સિંહે ભારતીય નૌકાદળની કમાન એડમિરલ આર હરિ કુમારને સોંપી છે. કેન્દ્ર સરકારે વાઈસ એડમિરલ આર હરિ કુમારને આગામી નેવી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. હરિ કુમાર અગાઉ નૌકાદળના પશ્ચિમી કમાન્ડના કમાન્ડિંગ-એન-ચીફ તરીકે સેવા આપી રહ્યા હતા.ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ.

કાર્યભાર સંભાળ્યા બાદ એડમિરલ આર હરિ કુમારે કહ્યું, ‘તેઓ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.’ નૌકાદળની કમાન સંભાળ્યા પછી, એડમિરલ આર હરિકુમારે તેમની માતા શ્રીમતી વિજય લક્ષ્મીના ચરણ સ્પર્શ કર્યા, તેમના આશીર્વાદ લીધા અને તેમને ગળે લગાવ્યા.

આઉટગોઇંગ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે કહ્યું, “છેલ્લા 30 મહિના દરમિયાન ભારતીય નૌકાદળની કમાન સંભાળવી એ એક મહાન સન્માનની વાત છે. આ સમય પડકારોથી ભરેલો છે. કોવિડથી લઈને ગાલવાન કટોકટી સુધી ઘણા પડકારો હતા. એક ખૂબ જ સક્ષમ નેતૃત્વના હાથમાં નૌકાદળને સોંપી રહ્યો છું. એડમિરલ આર હરિ કુમારે કહ્યું, એડમિરલ કરમબીર સિંહ 41 વર્ષ સુધી દેશની સેવા કર્યા બાદ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. અમે તેમના નેતૃત્વ અને માર્ગદર્શન માટે આભારી છીએ. ભારતીય નૌકાદળ હંમેશા તેમની આભારી રહેશે.

એડમિરલ હરિ કુમારનો જન્મ 1962માં થયો હતો અને 1983માં નેવીમાં જોડાયા હતા. 38 વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર, INS વિરાટ, જેમાં યુદ્ધજહાજ INS કોરા, નિશંક અને રણવીર સહિત કમાન્ડિંગ ઓફિસર (CO) ના રેન્કનો સમાવેશ કર્યો છે. હરિ કુમારે નૌકાદળના પશ્ચિમી કમાન્ડના વોરફેર ફ્લીટના ફ્લીટ ઓપરેશન્સ ઓફિસર તરીકે સેવા આપી છે. વેસ્ટર્ન કમાન્ડના સીએનસીના પદ પહેલા, હરિ કુમાર દિલ્હીમાં સીડીએસ જનરલ બિપિન રાવત હેઠળ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (આઈડીએસ)ના ચીફ તરીકે કામ કરતા હતા.