હવામાન વિભાગ અનુસાર આવનારા દિવસોમાં દેશનાં ઘણા ભાગોમાં પારો 2થી 4 ડિગ્રી વધી શકે તેવી સંભાવનાઓ છે. હવાનાં પેટર્નમાં પરિવર્તનનાં કારણે આ થશે. આ વાતની જાણકારી ભારતીય હવામાન વિભાગે આપી છે. આજે દેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તાપમાન 40થી 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, 7 મેં બાદ ગરમ હવા પણ પોતાની ઝડપમાં વધારો કરી શકે છે.
ઉનાળો શરૂ થાય અને ગરમીનો પારો વધે એટલે લોકોમાં ચિંતાનો માહોલ બની જાય છે. આ ચિંતામાં વધારો કરવા હવામાન વિભાગે આગાહી આપી છે કે આવનારા સમયમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધી શકે છે. હવામાન વિભાગની માનીએ તો 9 અને 10 મે નાં રોજ ઉત્તર પશ્ચિમી ભારતનાં ઘણા ભાગોમાં તોફાન આવવાની સંભાવનાઓ છે. જો કે આ સમયે લોકોને થોડી રાહત મળી શકે છે. પરંતુ પાછળનાં બે દિવસો સુધી હાલાત ખરાબ બની શકે છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરવામા આવે તો અહી 2થી 3 ડિગ્રી તાપમાનમાં વૃદ્ધિ આવી શકે છે. જો કે અહી ગરમ હવાઓ આવશે કે નહી તે કહેવુ ઉતાવળ કહેવાશે.
