Not Set/ પોક્સોનાં ગુનામાં સેસન્સ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

જશોદા નગર વિસ્તારમાં વર્ષ 2018 દરમિયાન સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં સેસન્સ કોર્ટે આરોપીને દોષિત જાહેર કરીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઘટના અંગે વિવગ જણાવીએ કે આરોપી મનોજ ગોહિલએ એક 17 વર્ષીય સગીરા પર પોતાની ખોટી નજર બગાડી હતી. અને તેણીને ખોટી રીતે લગ્નની લાલચ આપીને તેમજ તેણીને પ્રેમ પ્રકરણમાં લલચાવી ફોસલાવીને અને […]

Top Stories Ahmedabad Gujarat

જશોદા નગર વિસ્તારમાં વર્ષ 2018 દરમિયાન સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં સેસન્સ કોર્ટે આરોપીને દોષિત જાહેર કરીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

ઘટના અંગે વિવગ જણાવીએ કે આરોપી મનોજ ગોહિલએ એક 17 વર્ષીય સગીરા પર પોતાની ખોટી નજર બગાડી હતી. અને તેણીને ખોટી રીતે લગ્નની લાલચ આપીને તેમજ તેણીને પ્રેમ પ્રકરણમાં લલચાવી ફોસલાવીને અને પોતાની વાતોમાં ફસાવી આરોપી મનોજ ગોહિલએ દુષ્કર્મ આચર્યું હતું.અને ત્યારબાદ આરોપીએ સગીરાને દગો આપીને ફરાર થઇ ગયો હતો. અને આ અંગેની સંપૂર્ણ માહિતી સગીરાએ પોતાના પિતાને જણાવતા પિતાએ આરોપીની સામે જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાના પિતાએ દાખલ કરાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટને હવાલે કર્યા હતા. અને આ કેસ સેસન્સ કોર્ટના જજ વિનોદ કલોતરાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નિલેશ લોધાએ પોતાના તરફથી કેસને લગતા અનેક પુરાવા રજૂ કર્યા હતા. તેમજ તેમણે કેસને પુરવાર કરવા માટે મૌખિક દલીલો પણ કરી હતી.

તો બીજી તરફ સામેની બાજુના બચાવ પક્ષના વકીલ એચ કે ભટ્ટએ પણ પોતાના અસીલના બચાવ માટેના મૌખિક અને લેખિક પુરાવા રજૂ કર્યા હતા. જોકે ,કોર્ટે સરકાર પક્ષના પુરાવાને માન્ય ગણીને આરોપીને પોક્સોના ગુનામાં દોષિત જાહેર કરીને 10 વર્ષની સજા ફટકારી હતી.