Not Set/ પશ્ચિમ બંગાળમાં હિંસક વાતાવરણ વચ્ચે આજે પીએમ મોદીની સભા

લોકસભાની ચૂંટણીના આખરી તબક્કાના મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાં હિંસક વાતાવરણની વચ્ચે આજે પીએમ મોદી અહીં સભાને સંબોધિત કરશે.પીએમની રેલી બાશીરહાટ અને ડાયમન્ડ હાર્બરમાં થશે.આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ બંગાળમાં સભા સંબોધશે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો સમયે ટીએમસી અને બીજેપીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.બેકાબુ બનેલા કાર્યકરો હિંસા પર ઉતરી આવ્યા હતા […]

Top Stories India

લોકસભાની ચૂંટણીના આખરી તબક્કાના મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાં હિંસક વાતાવરણની વચ્ચે આજે પીએમ મોદી અહીં સભાને સંબોધિત કરશે.પીએમની રેલી બાશીરહાટ અને ડાયમન્ડ હાર્બરમાં થશે.આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ બંગાળમાં સભા સંબોધશે.

મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો સમયે ટીએમસી અને બીજેપીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.બેકાબુ બનેલા કાર્યકરો હિંસા પર ઉતરી આવ્યા હતા અને આગ લગાડી હતી.

આ હિંસા પછી ભાજપના અધ્યક્ષ અમિત શાહ દિલ્હીમાં પ્રેસ કોન્ફેરેન્સ કરશે. અમિત શાહના રોડ શોમાં હિંસક બનાવો પછી ભાજપાના વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, જેની માહિતી આપતા ભાજપા નેતા નકવીએ જણાવ્યું કે અમે પંચ સામે માંગ કરી છે કે, અરાજક તત્વો અને હિસ્ટ્રીશીટરોને તત્કાલિક ધોરણે ઝડપી લેવામાં આવે, કેન્દ્રીય દળો ચૂંટણી વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરે અને મમતા બેનર્જને હિંસા ભડકાવવા માટે પ્રચાર પ્રતિબંધિત કરે.

રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી પંચ સામે મમતા બેનર્જી પર પ્રચાર પ્રતિબંધ લાદવા માંગ કરી હતી.