વિધાનસભાના વિપક્ષ નેતા અને અને અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીનો એક વિડીયો વાઇરલ થયો છે. જેમાં પરેશ ધાનાણી નીચે બેસીને ગાંઠિયા બનાવી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આપને જણાવીએ કે આ વિડીયો અમરેલી જિલ્લાના ઘારી પાસે આવેલા મોણવેલ ગામનો છે. જ્યાં રામજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવન હતો જેમાં હાજરી આપવા પરેશ ધાનાણી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યાં રસોડા વિભાગમાં ગાંઠિયાનો ઘાણ ઉતરી રહ્યો હતો તે સ્થળે પરેશ ધાનાણી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ લોકો સાથે રમૂજી કરી ગાંઠીયા બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પરેશ ધાનાણીનો ક્રિકેટ રમતો વિડિયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો.જેના પછી સાંપ પકડવાથી લઈને ક્રિકેટ રમતા સુધી અને ગાંઠિયાથી લઈને ભજીયા બનાવતા સુધી તેમના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
