પોરબંદરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ વધતા જીલ્લા કલેકટરે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. જેમાં પોરબંદર જીલ્લાની તમામ નગરપાલિકાને શહેરમાંથી પશુઓનો ત્રાસ દુર કરવા જણાવ્યુ હતુ. તેને લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રખડતા પશુઓને કારણે રસ્તા પર અવારનવાર અકસ્માત સર્જાયા છે. તો આવા અકસ્માતના કારણે સ્થાનિક લોકોના મોત નીપજ્યા છે. રસ્તા પર પશુઓના ટોળાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. જેને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો. તો નગરપાલિકા દ્રારા માલિકીના ઢોરને પાલિકા વિસ્તારોમાં છુટા ન મુકવા ઉપર પ્રતિબંધ મુકયો છે.
પોરબંદર શહેર અને જીલ્લામાં રેઢીયાળ પશુઓનો ત્રાસ દિન-પ્રતિદીન વધી રહયો છે. આ મુદે જીલ્લા કલેકટરે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરી અને પોરબંદર જીલ્લાની તમામ નગરપાલિકાને શહેરમાંથી પશુઓનો ત્રાસ દુર કરવા જણાવ્યુ છે અને આ અંગે એક જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
પોરબંદર શહેર અને જીલ્લામાં માલિકીના પશુઓ તેમજ રેઢીયાળ પશુઓ રસ્તા ઉપર અડીંગો જમાવી અને બેસે છે જેને કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે. ખાસ કરીને આખલાઓ લોકોને હડફેટ લઈ અને ઈજા પહોચાડે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો મોતને પણ ભેટયા છે અને છેલ્લા કેટલાય સમયથી તો પોરબંદર શહેર અને જીલ્લામાં મુખ્ય રાજમાર્ગ ઉપર પશુઓનો ભારે ત્રાસ જોવા મળી રહયો છે.
ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. આ મુદે જીલ્લા કલેકટર ડી.એન.મોદીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે, જેમાં પોરંબદર જીલ્લાની પોરબંદર, છાયા, રાણાવાવ અને કૂતિયાણા નગરપાલિકા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામપંચાયતોને ખાસ તાકિદ કરી છે અને માલિકીના ઢોરને પાલિકા વિસ્તારોમાં છુટા મુકવા ઉપર પ્રતિબંધ મુકયો છે તેમજ રેઢીયાળ પશુઓ સ્થાનિક સ્વરાજય સંસ્થાઓએ સેવાભાવી સંસ્થા ગૈા શાળા અને પાંજરાપોળને હવાલે કરવા સૂચના આપવામાં આવી છે.
જીલ્લા કલેકટરે માલિકીના અને રેઢીયાળ પશુઓના મુદે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે અને નગરપાલિકાઓને રેઢીયાળ પશુઓના મુદે ખાસ સૂચના આપી છે ત્યારે છાયા નગરપાલિકાએ એવુ જણાવ્યુ હતુ કે કલેકટરે પશુઓના મુદે જે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે તેને લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવ્યો છે. અને જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા લોકોને નોટીસ પણ આપવામાં આવી છે.
પોરબંદર શહેરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ વર્ષો થી જોવા મળી રહયોછે. ખાસ કરીને આખલાઓ અવારનવાર યુધ્ધે ચડી અને લોકોને હડફેટ લે છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવો પડયો છે. રેઢીયાળ પશુઓના ત્રાસમાંથી શહેરને મૂકત કરવા માટે વખતો વખત રજુઆતો કરવામાં આવી છે પરંતુ હવે રેઢીયાળ પશુઓના ત્રાસના મુદે જીલ્લા કલેકટરે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે અને નગરપાલિકાને પણ તાકિદ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહયુ કે આ જાહેરનામાની અમલવારી કેટલીક થાય છે અને શહેર પશુઓના ત્રાસમાંથી મૂકત થશે કે કેમ ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
