Not Set/ બીટકોઈનના વેપારીએ ગળે ફાંસો ખાધો, DYSP પર કેવા ચોંકવનારા આરોપો મૂક્યાં, વાંચો

અમદાવાદના રાણીપ વિસ્તારમાં બીટકોઈનનું ટ્રેડિંગનું કામ કરતા ભરત પટેલ નામના વેપારીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.મરતા પહેલા ભરત પટેલે લખેલી સ્યુસાઈડમાં ડીવાયએસપી ચિરાગ સવાણીના નામનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચ્યો છે. મરનાર ભરત પટેલ પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યું છે કે તેમને બીટકોઈન ટ્રેડિંગમાં મોટું નુકશાન થયું હતું. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના રાણીપ વિસ્તારમાં બીટકોઈનનું ટ્રેડિંગનું કામ કરતા ભરત પટેલ નામના વેપારીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.મરતા પહેલા ભરત પટેલે લખેલી સ્યુસાઈડમાં ડીવાયએસપી ચિરાગ સવાણીના નામનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચ્યો છે.

મરનાર ભરત પટેલ પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યું છે કે તેમને બીટકોઈન ટ્રેડિંગમાં મોટું નુકશાન થયું હતું. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

ભરત પટેલે સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ સાવણીની સાથે તેમના ભાઈ હર્નિશ સવાણીના નામ લખીને બંને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

ભરત પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે.ભરત પટેલે આત્મહત્યા કરતા તેમના પરિવારે તેમનો મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી છે.પરિવારે ડીવાયએસપીની ધરપકડ કરવાની માંગણી કરી છે.