Not Set/ ન્યૂયોર્કમાં ટ્રકથી કચડીને ૮ લોકોના મોત, આતંકી હુમલો હોવાની પૃષ્ટિ

અમેરિકામાં ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં એક ટ્રક ડ્રાઈવરે ફૂટપાથ પર ચાલતા લોકો અને સાઇકલ ચાલક પર ટ્રક ચડાવી દેતા ૮ લોકોના મૃત્યુ થયા છે જયારે ૧0 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને આતંકી હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ઘટના બાદ પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે તેમજ આરોપી પાસેથી ૨ નકલી બંધૂક પણ જ્પ્ત કરી […]

Top Stories
Newyork, USA

અમેરિકામાં ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં એક ટ્રક ડ્રાઈવરે ફૂટપાથ પર ચાલતા લોકો અને સાઇકલ ચાલક પર ટ્રક ચડાવી દેતા ૮ લોકોના મૃત્યુ થયા છે જયારે ૧0 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને આતંકી હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ઘટના બાદ પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે તેમજ આરોપી પાસેથી ૨ નકલી બંધૂક પણ જ્પ્ત કરી છે.

આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતા કહ્યું, અમે isis નો ખાત્મો કરીશું. બીજી બાજુ પીએમ મોદીએ ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં થયેલ આ હુમલાની નિંદા કરી હતી.

પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, આ હુમલો વર્લ્ડ ટ્રેડ સેન્ટર મેમોરિયલની નજીક મંગળવારે બપોરે ૩:૦૫ વાગ્યે થયો હતો. હુમલાખોર ઉઝબેકિસ્તાનનો કહેવામાં આવી રહ્યું છે. અને તે ઉબર માટે ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યો હતો. હેલોવીન પરેડ માટે મેનહટન વિસ્તારની મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ગીચ સમયમાં આ જ સમયે  અચાનક ટ્રકે સાયકલ અને પગપાળા ચાલનારા રસ્તાઓમાં ચાલતા લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.