દેશમાં જ્યા લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે દેશભરમાંથી હિંસક બનેલી મોટી ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી દરમિયાન મોટી ઘટનાઓ બની છે. આવો કરીએ તેના પર નજર.
છેલ્લા ઘણા દિવસોથી પશ્ચિમ બંગાળમાં આગજની અને હિંસાએ દેશની જનતાનું ધ્યાન તેના તરફ ખેંચ્યુ છે. આજે પણ પ.બંગાળમાં ઘણી ઘટનાઓ બની. પ.બંગાળનાં બશીરહાટમાં મતદાન કેન્દ્ર નંબર 189ની બહાર મતદાતાઓએ વિરોધ પ્રદર્શન કર્યો. મતદાતાઓનો આરોપ છે કે TMC કાર્યકર્તાઓ તેમને મતદાન કરવાથી રોકી રહ્યા છે. બશીરહાટથી ભાજપનાં ઉમેદવાર સ્યંતન બસુએ કહ્યુ કે, TMCનાં કાર્યકર્તાઓએ કુલ 100 લોકોને મતદાન કરવામાં રોક્યા હતા. ઘટનાની જાણ થતા સુરક્ષાદળની ટીમ બશીરહાટમાં પહોંચી ગઇ છે.

બિહારમાં તેજ પ્રતાપનાં બાઉંસરોએ પત્રકારો સાથે કરી મારામારી
એક ઘટના બિહારથી સામે આવી છે, જ્યા લાલુ પ્રસાદ યાદવનાં મોટા દિકરા તેજ પ્રતાપ યાદવનાં બાઉંસરોએ બૂથની બહાર હાજર પત્રકારોની સાથે હાથાપાઇ કરી. મળતી માહિતી અનુસાર પત્રકારોની ભીડનાં કારણે તેજ પ્રતાપની ગાડીનો કાચ તૂટી ગયો હતો, જેનાથી ગુસ્સા થયેલા બાઉંસરો પત્રકારો સાથે બહેસ કરવા લાગ્યા અને થોડીવારમાં આ બહેસ મારામારીમાં ફેરવાઇ ગઇ.
Tej Pratap Yadav in Patna, Bihar: My bouncers have not done anything. I was leaving after casting my vote when a photographer hit the windscreen of my car. I have filed an FIR in the incident. A conspiracy is being hatched to kill me. pic.twitter.com/60BAIbCxtB
— ANI (@ANI) May 19, 2019
આ મામલે તેજ પ્રતાપ યાદવે આરોપ લગાવતા કહ્યુ કે, મારા પર હુમલો કરવામા આવ્યો છે. મને સુરક્ષાકર્મીઓ બચાવ્યો. સાથે તેમણે કહ્યુ કે, મારા સુરક્ષાકર્મીઓ કોઇ પત્રકાર સાથે મારામારી કરી હોય તેવુ મારા ધ્યાનમાં આવ્યુ નથી.
પશ્ચિમ બંગાળમાં થઇ હિંસા, ભાજપનાં ઉમેદવારની કાર પર હુમલો
પશ્ચિમ બંગાળમાં 9 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યુ છે ત્યારે ભાજપનો આરોપ છે કે, TMCનાં ગુડ્ડાઓ વોટરોને ધમકાવી રહ્યા છે. અહી હાર્બર લોકસભા બેઠકથી ભાજપનાં ઉમેદવાર નીલાંજનની કારમાં ડોંગરિયા વિસ્તારમાં હુમલો થયો હોવાની ઘટના પણ સામે આવી રહી છે.
West Bengal: BJP candidate for Diamond Harbour Lok Sabha constituency, Nilanjan Roy's car vandalised in Dongaria area of the constituency. pic.twitter.com/Ag09xHu5hZ
— ANI (@ANI) May 19, 2019
તેટલુ જ નહી જાદવપુર લોકસભા બેઠકથી ભાજપનાં ઉમેદવાર અનુપમ હાજરાએ આરોપ લગાવ્યો કે, TMCનાં ગુંડાઓએ ભાજપ મંડળ અધ્યક્ષને ગંભીર રીતે માર માર્યો છે. હાજરેએ વધુમાં કહ્યુ કે, TMCનાં ગુંડાઓ ત્રણ પોલીંગ એજન્ટો સાથે પણ મારામારી કરી, આ ગુંડાઓ કુલ 52 બૂથો પર મતદાનને અસર થાય તેવા કાર્ય કરી રહ્યા છે.
યુપીમાં દલિતોની આંગળીઓ પર મતદાન પહેલા સાહી લગાવવામાં આવી
યુપીનાં ચંદૌલી લોકસભા બેઠકથી એક હેરાન કરતો કિસ્સો સામે આવી રહ્યો છે. ચંદૌલી લોકસભાનાં તારાજીવનપુર ગામમાં દલિતોની આંગળી પર મતદાન કર્યા પહેલા સાહી લગાવી દેવામાં આવી હોવાનુ સામે આવી રહ્યુ છે. તેટલુ જ નહી પણ તે લોકો ચુપ રહે તે માટે તેમને 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે વોટરોએ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોંધાવી દીધી છે.
બિહારનાં આ ગામે કર્યો મતદાનનો બહિષ્કાર, EVM અને અધિકારીઓની ગાડીમાં કરી તોડફોડ
બિહારનાં નાલંદા જિલ્લાનાં રાજગીર બ્લોક અંતર્ગત આવેલ ચંદોર ગામનાં બૂથ નંબર 299નાં નિવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
Bihar: Locals boycott elections at booth number-299 in Chandora village, Rajgir Block of Nalanda District say, 'No roads, No votes.' EVM and Block Development Officer's car vandalised. #LokSabhaElections2019 #Phase7 #FinalPhase pic.twitter.com/yGEtWirZOd
— ANI (@ANI) May 19, 2019
લોકોનું કહેવુ છે કે, રસ્તા નહી તો મતદાન નહી. તેટલુ જ નહી તેમણે EVM અને ખંડ વિકાસ અધિકારીની કાર પર પણ હુમલો કર્યો.
