Not Set/ મહાજંગ – 2019માં જાણો કયા નેતાઓએ મારી પલટી અને “પાલટી બદલું” નેતા તરીકે સૌથી વઘારે રહ્યા ચર્ચામાં

મહાજંગ – 2019માં સૌથા વધુ નેતાઓ જો ચર્ચામાં રહ્યા હોય તો તે છે “પાટલી બદલુ” નેતાએ. પોતાનાં ફાયદા માટે અને સત્તાની લાલચમાં તળીયાં વિનાનાં લોટાની જેમ ગમે તે તફર ઝુકી જતા આ નેતાઓમાં મતો, પાટલી બદલવાનાં કારણોમાં પ્રજા પ્રશ્નનો ઉકેલ ન આવતા, પ્રજાનાં કામ વિશેષ રીતે થઇ શકે કે કરી શકવા વિગેરે…વિગેરે…બહાનાં આપતા રહ્યા છે. […]

Top Stories India

મહાજંગ – 2019માં સૌથા વધુ નેતાઓ જો ચર્ચામાં રહ્યા હોય તો તે છે “પાટલી બદલુ” નેતાએ. પોતાનાં ફાયદા માટે અને સત્તાની લાલચમાં તળીયાં વિનાનાં લોટાની જેમ ગમે તે તફર ઝુકી જતા આ નેતાઓમાં મતો, પાટલી બદલવાનાં કારણોમાં પ્રજા પ્રશ્નનો ઉકેલ ન આવતા, પ્રજાનાં કામ વિશેષ રીતે થઇ શકે કે કરી શકવા વિગેરે…વિગેરે…બહાનાં આપતા રહ્યા છે. પરંતુ હકીકતો તો બીજી કઇક અલગ જ હોય છે.

કોઇએ ટીકીટ ન મળતા ગુલાંટ મારી તો, કોઇએ પાર્ટીમાં આંતરીક મતભેદોને લઇને પલટી મારી. પ્રોબ્લમ હોય કે દબાણ, ગમેતા કારણ હોય. પરંતુ આવા “પાટલી પલટું” નેતા સમગ્ર ચૂંટણી અભિયાનમાં સમાચાર માધ્યમો અને બધાને ધ્યાને સૌથી વધુ રહ્યા તે પણ હકીકત છે.

આમ ફાયદો કે નુકસાન એ પછીની વાત છે પરંતુ આવા  નેતા ગુજરાતમાં પણ છે જે અને જોરશોરથી ચર્ચામાં જોવા મળ્યા હતા. અને બીજે કશેક સફળ રહે કે નહી પરંતું  ચર્ચા મેળવવામાં તો જરૂરને જરૂર કામીયાબ રહ્યા. જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇ જનારા માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડા, વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ઉંજાના ધારાસભ્ય આશાબને પટેલ તેમજ હજુ કોઇ પક્ષમાં સમાવિષ્ટ ન થયેલા રાંધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ મહજંગ – 2019માં વિશેષ ચર્ચામાં રહ્યા. તો આવો જોઇએ કે મહાજંગ – 2019માં દેશભરમાં આવા કોણ કોણ મહારથીઓ છે જેમણે “પાટલી પલટું” કે “પાલટી બદલું” નેતા તરીકે પ્રખ્યાતી મેળવી છે.

શત્રુધ્ન સિન્હા

પર્વે ભાજપનાં દિગ્ગજ નોતા ગણાતા અને પટણા સાહેબથી ભાજપ સાસંદ, તેમજ ઘણા સમયથી સરકાર સામે નારાજ જણાતા, તોમજ ભાજપનાં સત્તા વિરોધી ટુકડીનાં હિમાયતીની છાપ ધરાવતા આખા બોતા નેતા શત્રુધ્ન સિન્હાની પટના સાહેબથી ટીકીટ કપાતા શત્રુધ્નએ કોંગ્રેસનો હાથ પકડ્યો. પટના સાહેબથી જ ભાજપનાં નેતા રવિશંકર પ્રસાદ સામે મેદાન-એ-જંગમાં છે. આ નેતા મહાજંગ – 2019માં સમાચાર માધ્યમોમાં ચમકતા રહ્યા છે.

ઉદિત રાજ

દિલ્હીથી ટીકીટ કપાતા દિલ્હીનાં દિગ્ગજ દલિત નેતા અને ભાજપનાં બેસ્ટ સાંસદોની યાદીમાં અવલ્લ આવતા ઉદિત રાજે ભાજપમાંથી કોંગ્રેસમાં ગુલાંટ મારી. હા એ વાત અલગ છે કે ઉદિતને કોંગ્રેસે દિલ્હીથી ઉમેદવારી કરાવી નથી.

પ્રિયંકા ચતૂર્વેદી

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પવક્તા અને એક સમયે કોંગ્રેસ વતી ઘૂએઘાર દલિલો કરી ધૂમ મચાવતા પ્રિયંકા ચતૂર્વેદીને કોંગ્રેસે મુંબઇની જવાબદારી ન સોંપતા નારાજ પ્રિયંકાએ શિવસેનાનું શરણ લીધુ અને દિલ્હીથી ચૂંણટી જંગમાં મેદાનમાં ઉતરી ગયા.

સુખરામ શર્મા

પૂર્વ કેન્દ્રીયમંત્રી અને એક સમયે કૌભાંડોમાં નામ વતા કોંગ્રેસે હાંકી કાઢતા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા સુખરામ શર્મા પોતાના ભત્રીજા સાથે કોંગ્રેસમાં ધરવાપસી કરી હતી. ભાજપમાં વડીલોનું સન્માન નથી અને કોંગ્રેસમાં છે માટે કોંગ્રેસમાં આવ્યો તેવા બહાના તળે કોંગ્રેસમાં પાછા ફરેલા સુખરામ ચર્ચામાં રહ્યા.

ટોમ વડક્કન

દિક્ષીણ ભારતનાં કદાવર નેતાઓમાંથી એક ટોમ વડક્કન કોંગ્રેસમાંથી ભાજપમાં અચાનક જોડાઇ જતા કોંગ્રેસ માટે મોટો ઝટકા સમાન બાબત હતી. કોંગ્રેસ દ્રારા એર સ્ટ્રાઇક પર કહેવાત સવાલો ઉઠાવવા મામલે ટોમ નારાજ થતા પલટી મારી એવું ટોમે જણાવ્યું હતુ.

સુજય વિખા પાટીલ

મહારાષ્ટ્ર વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલનાં પુત્ર સુજય વિખે પાટીલે કોંગ્રેસમાંથી છલાંગ મારી ભાજપમાં આવી ગયા હતા. સુજય મહારાષ્ટ્રની ઔરંગાબાદ બેઠક પરથી ભાજપની ટીકીટ પર ચૂંટણી લડી રહ્યા છે.

સૈમિત્ર ખાન

તૃણામુલ કોંગ્રેસનાં આ દિગ્ગજ નેતા શાદરા ચીટ ફંડમાં પણ સામેલ હોવાનું ક્યાને ક્યાય સામે આવી રહ્યું હતું. તો સૈમિત્ર ખાને TMC છેડી BJPનું પલ્લું પકડી પાલટી મારી દિધી હતી. આપને જણાવી દઇએ કે જ્યારે ભાજપે પં.બંગાળમાં પૂરૂ બળ ચૂંટણીમાં મહત્તમ બેઠકો મેળવવા લગાવી દીધુ છે ત્યારે ખાનનો પલટો મહત્વ પૂર્ણ રીતે ચર્ચામાં જોવા મળ્યો અને હુજ પણ મળશે

સાવિત્રી બાઇ ફૂલે

ભજપનાં અયોધ્યાનાં સાંસદ અને કદાવર દલિત નેતા સાવિત્રી બાઇ ફૂલે પણ ભાજપ દલિલ વિરોધી હોવાની દલીલો સાતે ભાજપમાંથી કોંગ્રેસમાં હાઇ જંપ માર્યો હતો. કોંગ્રેસ ફૂલેને ટીકીટ આપશે તેવું જણાતું હતું ત્યારે ફૂલે ક્યાય મેદાનમાં જણાયા નથી.

રામ ચરિત્ર નિષાદ,

સપામાં યોગી આદિત્યનાથને 2014માં પછાળ નારા સપાનાં સાસાદ નિષાદનો પક્ષ પલટો સપા માટે મોટો ઝટકો હતો. નિષાદ ગોરખપુરથી જ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

રાકેશ સચાન

સપાનાં કદાવર નેતા અન ફતેપુરનાં પૂર્વ સાંસદ રાકેશ સચાનએ કોંગ્રેસમાં પટલી મારી સપાને મોટો ઝટકો આપ્યો હતો. સચાન એક સમયે મુલાયમસિંહ અને શિવપાલ યાદવનાં એકદમ ન જીકનાં માનવામાં આવતા.

કૈસર જહાં

બસપાનાં પૂર્વ સાસંદ કૈસર જહાં પોતાનાં પતિ અને પૂર્વ ધારાસભ્યો તેમજ અનેક કાર્યકરો સાથે કોંગ્રેસમાં આવી જતા બસપા માટે મોટો ઝટકો હતો. જહાંને બેઠક ફાળવવામાં ન આવતા નારાજ જહાંએ પાટલી બદલી નાખી હતી.

કિર્તી આઝાદ

ભાજપનાં દરભંગનાં સાંસદ કિર્તી ભાજપથી છેલ્લા ધણા સમયથી નારાજ જણાતા હતા. તો કિર્તીએ ભાજપને બાય બાય કહી કોંગ્રેસમાં સામેલ થઇ જતા સમાચારમાં રહ્યા છે. કોંગ્રેસે આઝાદને ઝારખંડની ધનબાદ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે.

જય પાંડા

નવિનબાબુ સાથે મતભેદને કારણે BJDનાં દિગ્ગજ નેતા જય પાંડેએ BJD સાથે છેડો ફાળી BJPનો સાથ લેતા ઓડીશામાં નવિન પટનાયકને મોટું નુકસાન જોવામાં આવ્યું તો ભાજપને ફાયદો જણાયો પરંતુ નેતા પટવી બદલતા ચર્ચામાં રહ્યા.

જયા પ્રદા

સપાનાં સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા અને આઝમ ખાન વચ્ચેનાં ટકરાવને કારણે જયા પ્રદા સપામાં પોતના રાજકીય ગુરૂ સમાન આઝમની સામે રામપુરમાં ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. આઝમ ખાનનાં કારણે જયાએ સપાને અવજો કહી ભાજપમાં પટલી મારી લીધી.

દાનિશ અલી

કર્ણાટકનાં દિગ્ગજ નેતા અને પૂર્વ PM HD દેવ ગૌડાનાં પુત્ર દાનિશે JDSમાંથી પટલી મારી માયાવતીની સાથે તેમની પાર્ટી બસપામાં ચાલ્યા જતા JDS અને કુમાર સ્વામીને મોટો ઝટકો આપ્યો.

અરવિંદ શર્મા

હરિયાણા કોંગ્રેસનાં કદાવર નેતા અને કરનાલનાં પૂર્વ સાંસદ અરવિંદ શર્મા કોંગ્રેસમાંથી પલટો મારી ભાજપમાં જોડાય જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો અને આ પાટલી બદલું નેતા ચર્ચામાં છવાયેલા રહ્યા