PM મોદી અને અમીત શાહ લોકસભાની મળેલી પ્રચંડ જીત બાદ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનાં ઘરે તેમના આશીર્વાદ લીધા. PM મોદીએ આ મુલાકાતનો એક ફોટો ટ્વીટર પર શેયર કર્યો છે. સાથે તેમણે લખ્યુ કે, “આદરણીય અડવાણીજીનાં ઘરે જઇને તેમની મુલાકાત લીધી. આજે ભાજપાની આ સફળતા સંભવ થઇ છે કારણ કે તેમના જેવા(શ્રી અડવાણી) મહાન લોકોએ પાર્ટીને બનાવવા અને લોકોની સામે નવી આદર્શવાદી ગાથા લાવવા માટે દશકો સુધી મહેનત કરી છે. PM મોદી અને અમીત શાહએ લાલકૃષ્ણ અડવાણી સાથે ભાજપનાં સીનીયર નેતા મુરલી મનોહર જોશી સાથે પણ મુલાકાત કરી.
Called on respected Advani Ji. The BJP’s successes today are possible because greats like him spent decades building the party and providing a fresh ideological narrative to the people. pic.twitter.com/liXK8cfsrI
— Narendra Modi (@narendramodi) May 24, 2019
લાલકૃષ્ણ અડવાણીએ આ પહેલા જીત બદલ PM મોદીને વિજયાભિનંદન પાઠવ્યા હતા.લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં સુપડાસાફ થયા બાદ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ PM મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને જીત વિજયાભિનંદન પાઠવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીને આ પહેલા 2014માં ગાંધીનગર બેઠક પરથી જીત મેળવી હતી. જો કે આ વખતે તે બેઠક પર અમીત શાહ લડ્યા અને જંગી જીત મેળવી.
Dr. Murli Manohar Joshi is a scholar and intellectual par excellence. His contribution towards improving Indian education is remarkable. He has always worked to strengthen the BJP and mentor several Karyakartas, including me.
Met him this morning and sought his blessings. pic.twitter.com/gppfDt7KiB
— Narendra Modi (@narendramodi) May 24, 2019
આ પહેલા ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ લોકસભાની ચૂંટણીમાં વિજય માટે નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠ્યા હતા. અડવાણીએ ટ્વિટ પર ટ્વિટ કરી અને ભાજપને અભૂતપૂર્વ વિજય તરફ લઈ જવા માટે વડા પ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા. અડવાણીએ અમિત શાહ અને ભારતીય જનતા પક્ષનાં તમામ કાર્યકરોની પણ પ્રશંસા કરી.
L K Advani, BJP: It's such a wonderful feeling that in a country as large & diverse as India, electoral process has been so successfully completed & for that, my compliments to the electorate & all the agencies involved. May our great nation be blessed with a bright future ahead. https://t.co/cAX8plrlzr
— ANI (@ANI) May 23, 2019
એલ કે અડવાણીએ ટ્વીટ કરતા ભારતનાં ઉજવળ ભવિષ્યની કામના કરી હતી. તાજેતરમાં મળી રહેલા વલણો મુજબ ભાજપને 340થી વધુ બેઠકો મળી રહી છે. એનડીએ એકવાર ફરી સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપનાં વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ પરિણામ પૂર્વે જ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની સામે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ કોઇ જાદુ કરી શકી નહી. કોંગ્રેસનાં લગભગ મોટાભાગનાં દિગ્ગજોને આ ચૂંટણીમાં હાર મળી છે. દેશમાં મોટાભાગનાં રાજ્યોમાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલવામાં અસફ રહી. જો કે કોંગ્રસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસની આ હારની પરી જવાબદારી લીધી છે. ભાજપએ વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ વિપક્ષનાં કિલ્લાને ભેદી કાઠતા લોકસભા ચૂંટણીમાં 300થી વધુ બેઠકો મેળવી ઈતિહાસ રચી દીધો છે. દેશનાં પશ્ચિમ અને ઉત્તરી ભાગમાં નહી પણ પૂર્વીય હિસ્સાઓમાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે.
