હાલના દિવસોમાં એક વોટ્સએપ મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં વોટ્સએપને પિંક રંગમાં બદલવાનો દાવો કરવામાં આવ્યો છે. મેસેજમાં એક લિંક આપવામાં આવે છે. સાઈબર વિશેષજ્ઞોએ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક નહીં કરવાની સલાહ આપી રહ્યા છે. લિંક પર ક્લિક કરવાથી આપનો ફોન હૈક થઈ જશે અને આપ આગળથી વોટ્સએપ ઉપયોગ કરી શકશો નહીં. તો આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો અને તેનાથી કેવી રીતે બચી શકાય.
મેસેજમાં દાવો-ગુલાબી રંગનું થઈ જાય છે વોટ્સએપ
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લિંક પર ક્લિક કરવાથી વોટ્સએપ ગુલાબી રંગનું થઈ જાય છે અને તેમાં નવા ફિચર્સ જોડાશે. તેને વોટ્સએપનું ઓફિશિયલ અપડેટ બતાવી રહ્યા છે. સાઈબર સુરક્ષા નિષ્ણાંત રાજશેખર રાજહરિયાએ સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે, વોટ્સએપ પિંકને લઈને સાવધાન. એપીકે ડાઉનલોડ લિંક સાથે વોટ્સએપ ગ્રુપમાં વાયરસ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બચવા માટે શું કરી શકાય ?
રાજશેખર રાજહરિયાએ સલાહ આપી છે કે વોટ્સઅપ પિંકના નામે કોઇ પણ લિંક પર ક્લિક ના કરો. લિંકને ક્લિક કરવા પર ફોનનો ઉપયોગ મુશ્કેલ થઇ જશે. જ્યારે સાઇબર સુરક્ષા સાથે જોડાયેલી કંપની વોયાગેર ઇનફોસેકના સંચાલક જિતેન જૈને જણાવ્યું કે યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે ગુગલ અથવા એપ્પલના ઓથેન્ટિક એપ સ્ટોર સિવાય એપીકે અથવા અન્ય મોબાઇલ એપ ઇન્સ્ટોલ ના કરો. તેમણે જણાવ્યું કે આ પ્રકારના એપથી તમારા ફોનમાંથી ડેટા લીક થઇ શકે છે.
