Not Set/ ફેમસ સ્ટંટ ડાયરેક્ટર વિરુ દેવગનનું થયુ નિધન, અંતિમ દર્શન કરવા બોલિવુડ સ્ટારો પહોચ્યા અજયનાં ઘરે

બોલિવુડ અભિનેતા અજય દેવગણનાં પિતા વીરૂ દેવગન, આ દુનિયાને અંતિમ વિદાય આપી ચુક્યા છે. થોડા કલાક પહેલા તેમનુ નિધન થયુ છે. વીરુ દેવગન બોલીવુડનાં પ્રખ્યાત સ્ટંટ ડાયરેક્ટર હતા. મૃત્યુના સમાચાર જાહેર થયા બાદ, બાલીવુડનાં તમામ સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, વીરુ દેવગન કેટલાક ફિલ્મોમાં અભિનય અને નિર્માતા […]

Top Stories India Entertainment

બોલિવુડ અભિનેતા અજય દેવગણનાં પિતા વીરૂ દેવગન, આ દુનિયાને અંતિમ વિદાય આપી ચુક્યા છે. થોડા કલાક પહેલા તેમનુ નિધન થયુ છે. વીરુ દેવગન બોલીવુડનાં પ્રખ્યાત સ્ટંટ ડાયરેક્ટર હતા. મૃત્યુના સમાચાર જાહેર થયા બાદ, બાલીવુડનાં તમામ સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, વીરુ દેવગન કેટલાક ફિલ્મોમાં અભિનય અને નિર્માતા તરીકે પણ કામ કરી ચુક્યા છે. તેમની કારકિર્દીમાં, તેમણે 3 ડઝનથી પણ વધુ ફિલ્મોમાં સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. તેમણે 1967માં ફિલ્મ અનીતા થી સ્ટંટમેન તરીકે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. બોલિવુડમાં પ્રવેશ પહેલા તે પંજાબનાં અમૃતસરમાં રહેતા હતા.

છેલ્લા ઘણા સમયથી વીરુ દેવગન મુંબઇની સાંતાક્રુઝ હોસ્પિટલમાં દાખલ હતા. તેમની મોતનું કારણ હાર્ટ અટેક સામે આવી રહ્યુ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર તેમનું અંતિમ સંસ્કાર આજે સાંજે મુંબઇનાં વિલે પાર્લેમાં 6 વાગેનાં રોજ કરવામાં આવશે.

અજયનાં પિતા વીરૂ દેવગને હિન્દી સિનેમામાં 80 થી વધુ ફિલ્મોમાં એક્શન દ્રશ્યો નિર્દેશિત કર્યા હતા. એક્શન સીન ડાયરેક્ટ કરવાની સાથે વીરુ દેવગને 1999માં હિંન્દુસ્તાન કી કસમ ફિલ્મને ડાયરેક્ટ કર્યુ હતુ.

વીરુ દેવગનને ‘અર્જુન’, ‘રામ તેરી ગંગા મૈલી હો ગયા’, ‘વિજય પથ’, ‘દિલજલે’, ‘એક હી રાસ્તા’, ‘પ્રેમ રોગ’, ‘આખરી રસ્તા’, ‘સોને પે સુહાગા’, ‘ખૂન ભરી માંગ” જેવી ઘણી ફિલ્મોમાં સ્ટંટ સીન નિર્દેશ કર્યા હતા.

તાજેતરમાં બોલિવુડથી જોડાયેલા સ્ટાર અજયનાં ઘરે વીરુ દેવગનનાં અંતિમ દર્શન કરવા પહોચી રહ્યા છે.