Not Set/ ગુજરાતનાં સાંસદોને મળશે “ટીમ મોદી”માં એન્ટ્રી ? આ ચહેરા મંત્રીમંડળમાં જોવા મળવાની શક્યતા

કાલે PM મોદી ઇતિહાસ રચતા બીજીવાર ભારતનાં વડાપ્રધાન તરીકે પોતાની ટીમ સાથે શપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે કોણ હશે મોદીની ટીમમાં તેના પર બધાની નજર સ્થિર જોવા મળી રહી છે. તો ગુજરાતમાં તો આ મામલે અટકળો અને અનુમાનો રજુ કરવાની મોસમ ખીલી છે. અને આવું કેમ ન હોય છેલ્લી બે ટર્મથી ગુજરાતે 26માંથી 26 […]

Top Stories Gujarat India Others

કાલે PM મોદી ઇતિહાસ રચતા બીજીવાર ભારતનાં વડાપ્રધાન તરીકે પોતાની ટીમ સાથે શપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે કોણ હશે મોદીની ટીમમાં તેના પર બધાની નજર સ્થિર જોવા મળી રહી છે. તો ગુજરાતમાં તો આ મામલે અટકળો અને અનુમાનો રજુ કરવાની મોસમ ખીલી છે. અને આવું કેમ ન હોય છેલ્લી બે ટર્મથી ગુજરાતે 26માંથી 26 બેઠકોનો સિંહ ફાળો આપ્યો છે. તો વળી PM અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું હોમ સ્ટેટ પણ છે.

હાલ તો માત્રને માત્ર એક જ પ્રશ્ન ચર્ચાનો વિષય છે અને તે છેે…. ગુજરાતમાંથી કોને મળશે મોદીની ટીમમાં એન્ટ્રી?

PM મોદીનાં નવા મંત્રીમંડળમાં કોણ ઈન કોણ આઉટ ? તો સવાલનાં જવાબમાં ગુજરાતમાંથી ત્રણથી ચાર સાંસદને સ્થાન મળી શકે તોવી સંભાવનાં જોવામાં આવી રહી છે. ગુજરાતમાંથી જે નામોની ચર્ચા ઉભરીને સામે આવી રહી છે તેમાં પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયાની સાથે રાજેશ ચુડાસમા અને ભારતીબેન શિયાળનાં નામો પણ ચર્ચામાં છે. તો જશવંતસિંહ ભાભોરની સાથે ગુજરાતમાં  વિક્રમી લીડથી જીતનો રેકોર્ડ નોંધાવનારા સી.આર.પાટીલનું નામ પણ ચર્ચાય રહ્યું છે.

બીજી તરફ આવી પણ ચર્ચા ચાલી રહી છે કે કદાચ મંંત્રીમંડળમાં રૂપાલાને ચાન્સ આપવામાં ન આવે તો રાજકોટનાં સાંસદ કુંડારિયાનો ચાન્સ પણ લાગી શકે છે. અને રૂપાલેને ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર પણ ફરી સોંપવામાં આવી શકે છે. શહેરી વિસ્તારમાં ધ્યાન આપવામાં આવે તો સુરત અને અમદાવાદમાંથી એક સાંસદની એન્ટ્રી થવાની શક્યતા જોવા મળી રહી છે.

કદાચ પોતાનાં રાજ્યને વધારે લાભ આપવામાં આવી રહ્યાનું મેણું ટાળવા જતા અનેકનાં નામ માત્ર ચર્ચામાં જ રહી જાય તેવી પણ ચર્ચા ચર્ચાઇ રહી છે. બધા વચ્ચે કાલે જ સ્પષ્ટતા થશે કે કોણ આવ્યા અને કોણ રહી ગયા.

સાથે જ જુઓ આ વિડીયો ગુજરાતમાંથી કોને મળશે મોદીની ટીમમાં એન્ટ્રી?