Not Set/ આ 6 મોટા નિયમોમાં આજથી થયો બદલાવ, જાણો કેવી પડશે નાગરીકો પર બદલાવની અસરો

1 જૂનથી દેશભરમાં આ છ મોટા નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્રારા કરવામાં આવેલા આ ફેરફારોનું ચુસ્તપાન તમામ નાગરીકોના જીવનમાં કોઇને કોઇ અસરો કરશે. ત્યારે આવો જોઇએ શું છે આ મહત્વનાં 6 મોટા નિયમોમાં કરવામા આવેલા ફેરફારો…. ગેસ સિલિન્ડરનાં ભાવમાં થશે વધારો સરકાર અને સરકારની ઓઇલ કંપનીઓ દ્રારા તમામ રાજ્યોનાં ઘરવપરાશનાં ગેસ સિલિન્ડરોનાં ભાવમાં […]

Top Stories Gujarat India Others

1 જૂનથી દેશભરમાં આ છ મોટા નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્રારા કરવામાં આવેલા આ ફેરફારોનું ચુસ્તપાન તમામ નાગરીકોના જીવનમાં કોઇને કોઇ અસરો કરશે. ત્યારે આવો જોઇએ શું છે આ મહત્વનાં 6 મોટા નિયમોમાં કરવામા આવેલા ફેરફારો….

ગેસ સિલિન્ડરનાં ભાવમાં થશે વધારો

સરકાર અને સરકારની ઓઇલ કંપનીઓ દ્રારા તમામ રાજ્યોનાં ઘરવપરાશનાં ગેસ સિલિન્ડરોનાં ભાવમાં બદલાવ નોંધવામાં આવશે.દિલ્હીમાં આ નિયમો લાગુ કરવામાં આવતા સબસીડી વગરનાં ઘરવપરશનાં ગેસ સિલિન્ડનો ભાવ સિલિન્ડર દીઠ 25 રૂપીયા વધી ગયો છે. તો આજ નિયમની અશરો તમામ રાજ્યમાં ગેસ સિલિન્ડરનાં ભાવ પર પણ જોવા મળશે.

 RTGSની સમય મર્યાદામાં કરવામાં આવ્યો વધારો 

RBI દ્રારા સામાન્ય માણસોની સુવિધાની જાળવણી માટે RTGS એટલે કે રિયલ ટાઇણ ગ્રોસ સેટલમેન્ટની બેંકીગ સુવિધાનાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી RTGSનો સમય જે પહેલા 10થી 04.30 સુધીનો હતો તેમાં 01.30 કલાકના વધારા સાથે 10થી 6 કરી દેવામાં આવ્યો છે. આ ફેરફારથી ગ્રહાકોને પૈસા મંગાવવા કે મોકલવાની સુવિધામાં ભરે રાહત જોવા મળશે.

સૈન્ય અધિકારીઓને મોંધી ગાડીઓ પર મળતી છુટ હવે નહી મળે

 

 પહેલા સૈન્ય અધિકારીઓને SUV જેવી મોંધી ગાડીઓ પર સૈન્ય કેન્ટીનમાંથી ખરીદી કરવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તે હવે નહીં મળે. હવે સેવારત અને સેવા નિવૃત તમામ અધિકારીઓને 8 વર્ષમાં એક ગાડી પર જ સબસીડીનો લાભ મળશે.

મહિલા સુરક્ષા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પૈનિક બટનની સુવિઘા આપવામાં આવી

મહિલાની સુરક્ષા માટે સરકાર દ્રારા સમય અંતરે કોઇને કોઇ પગલા ભરવામાં આવતા હોય છે ત્યારે સરકાર દ્રારા તમામ જાહેર પરિવાહનોમાં સ્પેશિયલ પૈનિક બટન લગાવવામા આવશે. પેૈનિક બટન દ્રારા મહિલાઓને જાહેર પરિવાહનમાં મુસાફરી દરમિયાન સુરક્ષાની દ્રષ્ટીએ અસુવિધા જનક માહોલ સમયે આસાનીથી સુરક્ષીત કરી શકાય છે. દિલ્હીમાં આવનાર સમયમાં તમામ બસો અને પબ્લિક વાહનોમાં આ બટન હશે અને ક્રમશ દેશભરમાં પણ.

હેલમેટ નહીં તો પેટ્રોલ પણ નહીં

નોઇડા અને ગ્રેટર નોઇડામાંથી લાગુ કરવામા આવેલ આ નિયમ મુજબ કોઇ પણ પેટ્રોલ પંપ પરથી આપને તો જ પેટ્રોલ આપવામાં આવશે જો આપની પાસે પોતાનું હેલમેટ હશે. નિયમ ક્રમશ દેશભરમાં લાગુ કરવામાં આવી શકે છે.

બેંક લેનનાં વ્યાજ દરોમાં થઇ શકે છે આટલો ઘટાડો

RBI દ્રારા બેંક લોનને સસ્તી બનાવવા માટે 35 બેઇઝીક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસએ મામલે આવનારી 6 જૂને જાહેરાત કરી શકે છે. રેપો રાટમાં ઘટાડાથી બેંક લોનો સસ્તી થતા સામાન્ય માણસો પરનું વ્યાજ દરનું ભારણ ઘટશે.

આ તમામ 6 નિયમોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને તમામ નિયમોનાં ફેરફારનાં કારણે દેશનાં સામાન્ય નાગરીકનાં જીવન ધોરણમા પણ ફેરફારો જોવા મળશે.