દેશમાં સેનાનાં જવાનો વિશે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે અસલમાં તેમને સમ્માન આપવાની વાત આવે ત્યારે શું તેમને મળે છે ખરા? આ સવાલ એટલે ઉભો થાય છે કે જ્યારે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે સેનાનાં જવાનોને યાદ કરવામાં આવે છે, પરંતુ જ્યારે તેમનુ સમ્માન કરવાની વાત આવે ત્યારે લોકો દ્વારા તેમને તે સમ્માન મળતુ નથી જેના તે હકદાર હોય છે. એક ઘટના ઉત્તર પ્રદેશનાં બાગપતથી સામે આવી છે, જેમા સામાન્ય બાબતને લઇને સેનાનાં બે જવાનોની સાથે અમુક લોકો મારપીટ કરતા જોવા મળ્યા હતા.
ઉત્તર પ્રદેશનાં બાગપત જિલ્લામાં સેનાનાં જવાનોની સાથે હોટલનાં કર્મચારીઓએ મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મારામારીમાં સેનાનાં જવાનોને લોહીલુહાણ કરી દેવામાં આવ્યા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ, ખાવાનાં બિલને લઇને હોટલનાં માલિક સહિત અન્ય કર્મચારીઓએ જવાનો સાથે મારામારી શરૂ કરી દીધી. મામલો એટલો ગંભીર બન્યો કે તે હોટલથી રસ્તા સુધી પહોચી ગયો હતો. હોટલ માલિક તરફથી લગભગ સાત લોકોએ સેનાનાં જવાનો પર હુમલો કરતા અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. આ સમગ્ર ઘટના જ્યારે રસ્તા પર આવી ત્યારે લોકોનું ટોળુ ઘટનાસ્થળે એકઠુ થઇ ગયુ હતુ. આ ટોળામાંથી એકપણ વ્યક્તિએ સેનાનાં આ જવાનોને છોડાવ્યા નહી. તેટલુ જ નહી ત્યા લોકો ઉભા રહીને મોબાઇલથી વીડિયો બનાવવા લાગ્યા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. પોલીસે આ મામલે કુલ સાત લોકોની ધરપકડ કરી છે.
#WATCH Baghpat: Two Army jawans(one with a red bag and one in green kurta) thrashed by restaurant employees yesterday after a minor argument.More than 7 people have been arrested by Police. (Note: Abusive language) pic.twitter.com/Of0oaDWdr5
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 2, 2019
ઉત્તર પ્રદેશનાં બાગપતમાં બનેલી ઘટના બાદ સેનાનાં જવાનો પ્રત્યે ઉત્તર પ્રદેશમાં કેટલુ માન-સમ્માન છે તે આ વીડિયોમાં જોઇ શકાય છે. માત્ર મોટી મોટી વાતો કરી સેનાનાં જવાનોને માન આપવુ જરૂરી નથી. આ ઘટનામાં સેનાનાં જવાનોની કોઇ ભુલ છે કે નહી તે હજુ સ્પષ્ટ થયુ નથી. તેમ છતા જો સેનાનાં જવાનોની કોઇ ભુલ હોય ત્યારે પણ શું આ રીતે માર મારવો કેટલા અંશે વ્યાજબી ગણી શકાય? જો કે મામલાની ગંભીરતાને જોતા પોલીસે શરૂઆતી કાર્યવાહી કરતા મારમારી કરી રહેલા હોટલનાં કર્મચારીઓની ધરપકડ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારામારીનો વીડિયો વાયરલ થયા બાદ ઉત્તર પ્રદેશ કેટલુ સલામત છે તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
