Not Set/ સમાજનાં ડરથી મુસ્લિમ મહિલાએ બાળકનું નામ નરેન્દ્ર મોદીથી બદલી રાખ્યુ મોહમ્મદ અલ્તાફ

ઉત્તર પ્રદેશનાં ગોંડા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનાં દિવસે  મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકનું નામ તેની માતાએ વડાપ્રધાનનાં નામ પર એટલે કે નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખ્યુ હતુ. પરંતુ હવે તે મુસ્લિમ સ્ત્રીએ તેના બાળકનું નામ બદલીને મોહમ્મદ અલ્તાફ આલમ મોદી કર્યું છે. તેટલુ જ નહી પણ હવે  બાળકનાં જન્મ તારીખ અંગે વિવાદ શરૂ થઇ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે […]

Top Stories India

ઉત્તર પ્રદેશનાં ગોંડા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનાં દિવસે  મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકનું નામ તેની માતાએ વડાપ્રધાનનાં નામ પર એટલે કે નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખ્યુ હતુ. પરંતુ હવે તે મુસ્લિમ સ્ત્રીએ તેના બાળકનું નામ બદલીને મોહમ્મદ અલ્તાફ આલમ મોદી કર્યું છે. તેટલુ જ નહી પણ હવે  બાળકનાં જન્મ તારીખ અંગે વિવાદ શરૂ થઇ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે નવજાતનો જન્મ 12 મી મે નાં રોજ થયો હતો, જ્યારે બાળકની માતાએ જન્મની તારીખ 23 મે બતાવી હતી.

બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવાની ઇચ્છા તેની માતાએ રાખી હતી. જેનું કહેવુ હતુ કે હુ નરેન્દ્ર મોદીનાં કામ કાજને પસંદ કરુ છુ તે કારણ છે કે હુ મારા બાળકનું નામ દેશનાં વડાપ્રધાનનાં નામ પર રાખવા માંગુ છુ. જો કે હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. બાળકનાં જન્મની તારીખને લઈને હવે એક વિવાદ ઊભો થઈ ગયો છે.

નામ બદલવા પર માતાએ આ કહ્યુ

બાળકની માતા, મેનઝ બેગમ કહે છે કે તેણે બાળકનું નામ સમાજનાં ડરથી જ બદલ્યું છે. મેનઝ બેગમએ કહ્યું કે, વડાપ્રધાનનાં નામ પર બાળકનું નામ રાખતા  તેમના સમાજનાં લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા અને નામ બદલવા માટે તેમને દબાણ કરી રહ્યા હતા. તેથી હવે તેણે અલ્તાફને નરેન્દ્ર મોદીને બદલે મોહમ્મદ અલ્તાફ આલમ મોદી નામ આપ્યુ છે.