Indian Students in USA News: અમેરિકા જઈને ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યા બાદ ત્યાં જ નોકરી (જોબ) શોધતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીયો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે હવે વિદેશી વિદ્યાર્થીઓના કામ કરવાના અધિકારો પર કાતર ફેરવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે (DHS) જાહેરાત કરી છે કે તેઓ ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ (OPT) કાર્યક્રમની કડક સમીક્ષા કરી રહ્યા છે.
3 લાખથી વધુ Indian Studentsના ભવિષ્ય પર ખતરો
હાલમાં અમેરિકામાં 3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થી (Indian Students ઓ અભ્યાસ કરી રહ્યા છે અથવા તો ડિગ્રી પૂરી કરીને OPT હેઠળ ત્યાં નોકરી કરી રહ્યા છે. હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે (Kristi Noem) સ્પષ્ટ કર્યું છે કે, તેમનો વિભાગ એ વાતની તપાસ કરી રહ્યો છે કે આ OPT વ્યવસ્થા અમેરિકન નાગરિકોના શ્રમ બજાર, ટેક્સ વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં છે કે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ (America First) પોલિસી હેઠળ અમેરિકનોની નોકરીઓ બચાવવા માટે આ કડક પગલું લેવામાં આવી રહ્યું છે.

શું છે OPT પ્રોગ્રામ? તેમાં શું ફેરફાર થઈ શકે?
અમેરિકામાં F-1 વિઝા પર ભણવા જતા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કર્યા પછી કામ કરવાનો કાનૂની અધિકાર મળે છે, જેને OPT કહેવાય છે. હાલના નિયમ મુજબ, સામાન્ય વિદ્યાર્થીઓ 12 મહિના અને STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) વિષયના વિદ્યાર્થીઓ વધારાના ૨૪ મહિના મળીને કુલ ૩ વર્ષ સુધી અમેરિકામાં રહીને નોકરી કરી શકે છે.
જોકે, આ નિયમ સામે હવે એક નવો ખતરો ઊભો થયો છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે આ કાર્યક્રમ કોઈ કાયદા દ્વારા નહીં, પરંતુ માત્ર ‘નિયમો’ (Regulation) દ્વારા બનાવવામાં આવ્યો હોવાથી તેમાં સરકાર માટે ફેરફાર કરવો સરળ છે.
અમેરિકન સીનેટર એરિક શ્મિટ દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેના પગલે હવે આ પ્રોગ્રામનો સમયગાળો ટૂંકાવવા કે પછી તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા સુધીની વિચારણા ચાલી રહી છે.
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી સુપ્રીમ કોર્ટે ટેરિફ પર આપ્યો નિર્ણય
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, ગ્રીનલેન્ડ મુદ્દે લશ્કરી કાર્યવાહી નહીં, યુરોપ પર ટેરિફ ધમકી પાછી
આ પણ વાંચો:ઈરાનમાં હિંસા અને ફાંસી પર લાગી રોક! ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
