Not Set/ નરોડામાં રસ્તા પર મહિલાને ઢોર માર માર્યા મામલે આવ્યો નાટ્યાત્મક વળાંક, ભાજપ ધારાસભ્યએ માંગી માંફી

છેલ્લા કેટલાંક દિવસોથી મહિલાને રસ્તા વચ્ચે ઢોર માર મારતો ભાજપા ધારાસભ્યનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઘટના અમદાવાદની છે જ્યા એક ભાજપનાં ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાની પાણી પ્રશ્નની રજૂઆત સાંભળતા નહોતી અને જાહેરમાં જ તેેને ખૂબ મારી હતી. જો કે હવે તેમા એક નાટ્યાત્મક વળાંક આવ્યો છે. ભાજપ ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને મારેલા માર મામલે […]

Top Stories Ahmedabad Gujarat

છેલ્લા કેટલાંક દિવસોથી મહિલાને રસ્તા વચ્ચે ઢોર માર મારતો ભાજપા ધારાસભ્યનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઘટના અમદાવાદની છે જ્યા એક ભાજપનાં ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાની પાણી પ્રશ્નની રજૂઆત સાંભળતા નહોતી અને જાહેરમાં જ તેેને ખૂબ મારી હતી. જો કે હવે તેમા એક નાટ્યાત્મક વળાંક આવ્યો છે.

ભાજપ ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને મારેલા માર મામલે હવે એક અલગ જ વળાંક ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. સોશિયલ મીડિયામાં લોકોએ ભાજપ ધારાસભ્ય પર મહિલાઓનું સમ્માન ન કરતો એક પુરુષ તરીકે આ નેતાને ચિતર્યો હતો. જેને લઇને ધારાસભ્ય પર ચો તરફથી દબાણ વધ્યુ હતુ. આજ કારણ છે કે  બલરામ થાવાણીએ હોસ્પિટલમાં મહિલાની મુલાકાત લીધી હતી અને બાજમાં તે મહિલા સાથે સમાધાન કર્યુ હતુ. ધારાસભ્ય બલરામ થાવાણીએ પીડિતાને પોતાની બહેન બનાવીને રાખડી બંધાવી દીધી છે. એટલું જ નહીં બલરામ થાવાણી અને મહિલાએ એકબીજાને મો મીઠું કરાવ્યું હતુ.

ઉલ્લખનીય છે કે, અમદાવાદનાં નરોડા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર માર્યાનો વીડિયો વારયલ થતા ખળભળાટ મચી ગયો હતો. મહિલા પાણી પ્રશ્ને ધારાસભ્યને રજૂઆત કરવા ગઇ હતી, પરંતુ ગુસ્સેથી ભરાયેલા બલરામ થાવાણીએ અચાનક પિત્તો ગુમાવતા મહિલાને સરેઆમ મારવાનું શરૂ કરી દીધુ હતુ, જેમા તેમના સાગરિતોનો પણ સમાવેશ થાય છે. તેટલુ જ નહી મહિલાને માર માર્યા બાદ લાતો પણ ફટકારવામાં આવી હતી. આ પ્રકારનું વર્તન એક ધારાસભ્ય દ્વારા થતુ જોઇ લોકો પણ હેરાન થઇ ગયા હતા. જે બાદ ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ધારાસભ્યને ઠપકો આપી મહિલાની માંફી માંગવા કહ્યુ હતુ. જે બાદ ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલને સ્વીકારી માંફી માંગી હતી અને આવેશમાં આવીને આ ભૂલ કરી હોવાનો સ્વીકાર કર્યો હતો.