Not Set/ ના હોય,આ જાણીતી હોસ્પિટલમાં કમ્પાઉન્ડરે 6 માસની બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો

અમદાવાદની વી.એસ.હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. વીએસ હોસ્પિટલમાં એક નાની બાળકીની કમ્પાઉન્ડરએ મન મરજીથી અંગૂઠો કાપી નાખ્યો છે. જણાવીએ કે વીએસ હોસ્પિટલની ઘોર બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે ત્યારે આજે વીએસ હોસ્પિટલમાં એક કમ્પાઉન્ડરે મનસ્વી વર્તનનો શિકાર એક માસુમ બાળકી બની. કમ્પાઉન્ડરે છ માસની બાળકી મહેનુરની અંગૂઠો કાપી નાખ્યો. કોઈપણ કારણ વગર બાળકીની […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદની વી.એસ.હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. વીએસ હોસ્પિટલમાં એક નાની બાળકીની કમ્પાઉન્ડરએ મન મરજીથી અંગૂઠો કાપી નાખ્યો છે.

જણાવીએ કે વીએસ હોસ્પિટલની ઘોર બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે ત્યારે આજે વીએસ હોસ્પિટલમાં એક કમ્પાઉન્ડરે મનસ્વી વર્તનનો શિકાર એક માસુમ બાળકી બની. કમ્પાઉન્ડરે છ માસની બાળકી મહેનુરની અંગૂઠો કાપી નાખ્યો. કોઈપણ કારણ વગર બાળકીની અંગૂઠો કાપી નાખતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટના બાદ બાળકીનાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તો આ મામલે વીએસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી.